VADODARA : SSG હોસ્પિટલમાં કરૂણા વોર્ડ શરૂ, બિનવારસી દર્દીને મળશે સારવાર
VADODARA : મધ્યગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) માં દુર દુરથી દર્દીઓ સારવાર માટે આવે છે. હોસ્પિટલમાં કેટલાક દર્દીઓ બિનવારસી હોવાથી તેમની સારવાર યોગ્ય રીતે નહીં થતી હોવાનો આરોપી મુકવામાં આવ્યો હતો. તો કેટલાક કિસ્સામાં દર્દી હાથમાં વેઇન નાંખેલી હાલતમાં જ રોડ પર મળી આવ્યા હતા. આ પ્રકારના કિસ્સાઓ હવે ભૂતકાળ બનશે. વડોદરાની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં હવે કરૂણા વોર્ડ (SSG HOSPITAL - KARUNA WARD FOR ALONE PATIENTS) શરૂ કરવામાં આવ્યો છે. આ વોર્ડમાં 15 બેડની સુવિધા હાલ ઉભી કરાઇ છે. જેમાં એકલા અને બિનવારસી દર્દીઓની સારી રીતે સારવાર કરવામાં આવશે, તેવો દાવો હોસ્પિટલના આરએમઓ દ્વારા કરવામાં આવ્યો છે.
જરૂર પડ્યે બીજા સેક્શનમાં વધારવાની કોશિસ કરીશું
એસએસજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણએ મીડિયાને જણાવ્યું કે, આજરોજ સુપ્રીટેન્ડેન્ટના વિઝન પ્રમાણે કરૂણા વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેનો ઉદ્દેશ્ય અજાણ્યા અને બિનવારસી દર્દીઓની યોગ્ય સાર સંભાળ રાખી શકાય તેમ છે. તેમને વિશેષ સ્ટાફ દ્વારા સારવાર અપાશે, વોર્ડનું સંચાલન થશે. હાલમાં 15 બેડની ફેસીલીટી ધરાવતો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જરૂર પડ્યે બીજા સેક્શનમાં વધારવાની કોશિસ કરીશું.
અહિંયાથી ડિસ્ચાર્જ કરવા માટેની કાયદાકીય વ્યવસ્થાઓ હોય છે
વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધી બિનવારસી દર્દીઓ હોય તેઓ જે તે ડોક્ટરના વોર્ડમાં રહેતા હતા. જ્યાંનો સ્ટાફ અન્ય સારા દર્દીઓ તેમની સારવારમાં રોકાયેલો હતો. જેથી દરેકને થોડીક ખાસ ધ્યાન ના આપી શકવાની મજબુરી થતી હતી. તેને દુર કરવા અને બિનવારસી દર્દીઓને ચોક્કસ સારવાર મળે તે માટે આ વોર્ડની રચના કરવામાં આવી છે. અહિંયાથી ડિસ્ચાર્જ કરવા માટેની કાયદાકીય વ્યવસ્થાઓ હોય છે, અહિંયાથી સાજા થયા બાદ તેમને સંસ્થાઓ પાસે મોકલવામાં આવે છે.
આ પણ વાંચો --- VADODARA : રખડતા શ્વાન કરડવાના કિસ્સામાં એકાએક વધારો