ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : SSG હોસ્પિટલમાં ડ્રાઇવરે દર્દીને ટાંકા લીધા ! વીડિયો વાયરલ

VADODARA : વડોદરા (VADODARA) ની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) વધુ એક વખત વિવાદમાં આવી હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) સર્કલમાં એક વીડિયો ભારે વાયરલ (VIRAL VIDEO) થવા પામ્યો...
09:02 AM Aug 05, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) ની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) વધુ એક વખત વિવાદમાં આવી હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) સર્કલમાં એક વીડિયો ભારે વાયરલ (VIRAL VIDEO) થવા પામ્યો...

VADODARA : વડોદરા (VADODARA) ની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) વધુ એક વખત વિવાદમાં આવી હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા (SOCIAL MEDIA) સર્કલમાં એક વીડિયો ભારે વાયરલ (VIRAL VIDEO) થવા પામ્યો છે. આ વીડિયો એસએસજી હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગનો હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ વીડિયોમાં ખાનગી એમ્બ્યુલન્સનો ડ્રાઇવર ડોક્ટરની જેમ દર્દીને ટાંકા લઇ રહ્યો હોય તેમ જોવા મળી રહ્યું છે. આ વીડિયો સામે આવ્યા બાદ હોસ્પિટલ તંત્ર એક્શનમાં આવ્યું છે. અને તપાસના આદેશો છુટ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

એસએસજી હોસ્પિટલનો હોવાનું પ્રાથમિક અનુમાન

વડોદરામાં મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં સારવાર અર્થે અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ આવતા હોય છે. એસએસજી હોસ્પિટલમાં અવાર-નવાર વિવાદો સામે આવતા હોય છે. તેવું જ કંઇ વધુ એક વખત સપાટી પર આવ્યું છે. તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં એક વીડિયો ભારે વાયરલ થવા પામ્યો છે. આ વીડિયો એસએસજી હોસ્પિટલનો હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ વીડિયોમાં ખાનગી એમ્બ્યુલન્સનો ડ્રાઇવર દર્દીને એક્સપર્ટ ડોક્ટરની જેમ ટાંકા લઇ રહ્યો છે.

લાપરવાહીના દ્રશ્યો સામે આવ્યા

દરમિયાન તેની આસપાસ લોકો હોવા છતાં આમ કરવાથી તેને કોઇ રોકી રહ્યું નથી. આ વીડિયો સામે આવ્યા બાદ હોસ્પિટલનું તંત્ર એક્શનમાં આવ્યું છે. અને ખાનગી એમ્બ્યુલન્સ અને તેના ડ્રાઇવરને શોધી કાઢવા તપાસના આદેશો છુટ્યા છે. સૌથી મોટું માનવબળ ધરાવતી હોસ્પિટલમાં આવી લાપરવાહીના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આબરૂનું ધોવાણ થવા પામ્યું છે. જો કે, આ વીડિયો જુનો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. હવે આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે એસએસજી હોસ્પિટલનું તંત્ર શું પગલાં લે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : નિંદ્રાધીન યુવકના ગાલે સાપે દંશ દીધા બાદ મોત

Tags :
AmbulancedriveHospitalofpatientssgstichestookVadodaraVideoViral
Next Article