ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : વાલીઓની લડત સામે સંત કબીર શાળાના સંચાલકોની હાર

VADODARA : આ ઘટનાની જાણ વાલીઓના હિતમાં સતત લડત આપતા વડોદરા પેરેન્ટ્સ એસો.ને થતા તેઓ પણ વાલીઓની પડખે ઉભા રહ્યા હતા
07:28 AM Apr 26, 2025 IST | PARTH PANDYA
VADODARA : આ ઘટનાની જાણ વાલીઓના હિતમાં સતત લડત આપતા વડોદરા પેરેન્ટ્સ એસો.ને થતા તેઓ પણ વાલીઓની પડખે ઉભા રહ્યા હતા

VADODARA : વડોદરાના વાસણા રોડ પર સંત કબીર શાળા (St. Kabir School - VADODARA) આવેલી છે. આ શાળા દ્વારા વધુ ફી વસુલાવામાં આવતી હોવાના આરોપસર વાલીઓ દ્વારા વિદ્યાર્થીનું લીવીંગ સર્ટીફીકેટ (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) મેળવવા માટે સંચાલકોને જણાવ્યું હતું. તે બાદ સંચાલકોએ તેમના દ્વારા માંગવામાં આવેલી ફી ચુકવાય તે બાદ જ એલસી સર્ટીફીકેટ આપવાનો આગ્રહ રાખ્યો હતો. જે ખોટું હોવાથી વાલીઓ દ્વારા શાળા સંચાલકો વિરૂદ્ધ લડત શરૂ કરવામાં આવી હતી. જેમાં શાળા સંચાલકો, ડીઇઓ અને જરૂર પડ્યે પોલીસની મદદ લેવામાં આવી હતી. આખરે વાલીઓની મક્કમ લડતની જીત થઇ છે, અને શાળા સંચાલકોને એક પણ રૂપિયો આપ્યા વગર એલસી મેળવી લીધું છે.

અંદાજીત રૂ. 20 હજાર જેટલી રકમની માંગણી કરવામાં આવી

વાસણા રોડ પર આવેલી સંત કબીર શાળા દ્વારા વાલીઓ પાસેથી વધુ ફી વસુલવામાં આવતી હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. જે બાદ વાલીઓએ શાળામાંથી એલસી કઢાવવા પ્રયત્નો કર્યા હતા. જેની સામે શાળા સંચાલકો દ્વારા અંદાજીત રૂ. 20 હજાર જેટલી રકમની માંગણી કરવામાં આવી હતી. આ માંગણી ખોટી હોવાનું વાલીઓને લાગતા તેમણે પ્રથમ શાળાના સંચાલકો, ત્યાર બાદ ડીઇઓ અને જરૂર પડ્યે પોલીસને જાણ કરી હતી. અને પોતાની લડત મક્કમ પણે ચાલુ રાખી હતી. આ ઘટનાની જાણ વાલીઓના હિતમાં લડત આપતા વડોદરા પેરેન્ટ્સ એસો.ને થતા તેઓ પણ વાલીઓની પડખે ઉભા રહ્યા હતા. અને તેમની લડત મજબુત બનાવી હતી.

એક પણ વધારાની ફીનો રૂપિયો ચૂકવવો પડ્યો નથી

વીપીએ સુત્રોના જણાવ્યા અનુસાર, ગતસાંજે સંત કબીર શાળા દ્વારા વાલીઓને એલસી આપી દેવામાં આવ્યા છે. જેની માટે વાલીઓએ એક પણ વધારાની ફીનો રૂપિયો ચૂકવવો પડ્યો નથી. આને વાલીઓની જીત અને શાળા સંચાલકોની હાર તરીકે ગણવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો --- VADODARA : ઘરના રસોડાથી પોતાની રેસ્ટોરેન્ટ સુધીનો સફર ખેડતી સાહસિક મહિલા

Tags :
giveGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewslcparentspayingrupeesSchoolsinglest. kabirtoVadodarawithout
Next Article