ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રસ્તો બનશે હાઈસ્પીડ કોરીડોર

VADODARA : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (BHUPENDRA BHAI PATEL - GUJARAT CM) વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી (STATUE OF UNITY) -એક્તા નગર (EKTA NAGAR) સાથે વડોદરા (VADODARA) ને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાના કામો માટે રૂપીયા...
11:26 AM Aug 18, 2024 IST | PARTH PANDYA
VADODARA : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (BHUPENDRA BHAI PATEL - GUJARAT CM) વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી (STATUE OF UNITY) -એક્તા નગર (EKTA NAGAR) સાથે વડોદરા (VADODARA) ને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાના કામો માટે રૂપીયા...

VADODARA : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (BHUPENDRA BHAI PATEL - GUJARAT CM) વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પ્રાપ્ત સ્ટેચ્યુ ઓફ યુનિટી (STATUE OF UNITY) -એક્તા નગર (EKTA NAGAR) સાથે વડોદરા (VADODARA) ને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાના કામો માટે રૂપીયા ૩૮૧.૧૬ કરોડની મંજૂરી આપી છે.

અનેક પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વ ભરના પ્રવાસીઓનું કેન્દ્ર બન્યું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” સરદાર સરોવર નર્મદા બંધ-એક્તા નગરમાં નિર્માણ પામી છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એક્તા નગરનું સમગ્ર પરિસર અનેક પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વ ભરના પ્રવાસીઓનું કેન્દ્ર બન્યું છે અને મોટા પાયે ટુરીસ્ટ અહિં આવતા રહે છે.

હાઈસ્પીડ કોરીડોરના નિર્માણની મંજૂરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવામાં સરળતા રહે સાથો સાથ સમય અને ઈંધણનો બચાવ થાય અને સમગ્ર ક્ષેત્રના ટુરીઝમ વિકાસને વેગ મળે તે હેતુથી આ હાઈસ્પીડ કોરીડોરના નિર્માણની મંજૂરી આપી છે.

ચાર માર્ગીયકરણની કામગીરી હાથ ધરાશે

મુખ્યમંત્રીએ આપેલી આ મંજૂરીના પરીણામે હાઈસ્પીડ કોરીડોરના ફેઝ-૧ની કામગીરી અન્વયે વડોદરા નેશનલ હાઈવે ૪૮ જંક્શન થી વુડા હદ સુધી છ-માર્ગીય રોડ તથા બંને બાજુ સર્વિસ રોડની કામગીરી, વુડા હદ થી ડભોઇ સુધીની લંબાઇ પૈકી બાકી રહેલ ૨.૫ કી.મી. લંબાઇમાં સ્ટાન્ડર્ડ ચાર માર્ગીયકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.

એલીવેટેડ કોરીડોરની કામગીરીનો પણ સમાવેશ

એટલું જ નહી, આ કામગીરીમાં બે અન્ડરપાસ અને બે એલીવેટેડ કોરીડોર પણ નિર્માણ થશે. તદનુસાર રતનપુર ચોકડી ઉપર તથા થુવાવી જંક્શન ઉપર ૬ માર્ગીય વ્હિકલ અન્ડરપાસ, તેમજ કેલનપુર ગામમાં અને સિનોર ચોકડી ઉપર ૪ માર્ગીય એલીવેટેડ કોરીડોરની કામગીરીનો પણ સમાવેશ થશે.

આ પણ વાંચો -- VADODARA : રિંગરોડના નિર્માણ માટે રૂ. 316 કરોડની ફાળવણી

Tags :
approvedas highbyCMcorridordevelopgrandGujaratofRoadSpeedStatuetounityVadodara
Next Article