VADODARA : ધો - 12 માં ભણતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું
VADODARA : વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં સોસાયટીમાં પરિવાર સાથે રહેતા અને ધો - 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું છે. અંતિમ પગલું ભરવા અંગે હાલ કોઇ સ્પષ્ટ કારણ સપાટી પર આવ્યું નથી યુવકે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું છે. ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક પોલીસ દોડી આવી છે. અને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. (STD - 12 STUDENT END LIFE REASON UNKNOWN - VADODARA)
સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો
વડોદરા સહિત રાજ્યભરમાં ચિંતાજનક રીતે જીવન ટૂંકાવવાની ઘટનાઓ સામે આવી રહી છે. તંત્ર દ્વારા માનસિક ભીંસમાંથી લોકોને બહાર કાઢવા માટે હેલ્પ લાઇન તથા કાઉન્સિલીંગ જેવી અનેક સુવિધાઓ છતાંય આ સિલસિલો અટકવાનું નામ નથી લઇ રહ્યો. વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલી પાવન પાર્ક સોસાયટીમાં શ્રેય ડાભી પોતાના પરિવાર સાથે રહેતો હતો. તે ધો - 12 માં અભ્યાસ કરતો હતો.
લાંબા સમયથી બિમારીથી પીડિત હતો
આજરોજ તેણે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવી દીધું છે. ઘટનાને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક પોલીસ દોડીને ઘટના સ્થળે પહોંચી હતી. અને મૃતદેહને વધુ કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, મૃતક લાંબા સમયથી બિમારીથી પીડિત હતો. જે તેના અંતિમ પગલું ભરવા પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે. જો કે, આ અંગે કોઇ સ્પષ્ટ કારણ હજી સુધી સામે આવવા પામ્યું નથી. નાની ઉંમરે જીવન ટુંકાવવાની ઘટના સમાજ માટે લાલ બત્તી સમાન છે.
આ પણ વાંચો --- VADODARA : બોલાચાલીની અદાવતે મિત્રના ટુ વ્હીલર ફૂંકી માર્યા


