VADODARA : રખડતા શ્વાન કરડવાના કિસ્સામાં એકાએક વધારો
VADODARA : વડોદરા શહેર-જિલ્લામાં રખડતા શ્વાન કરડવાની (STRAY DOG BITE CASE RAISE - VADODARA) ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ગોત્રી મેડિકલ હોસ્પિટલના આરએમઓનું કહેવું છે કે, પ્રતિદિન 5 થી 7 નવા કેસો આવી રહ્યા છે. જો આ કેસોની સાથે એસએસજી હોસ્પિટલ અને પાલિકાના આરોગ્ય કેન્દ્રમાં આવતા કેસો જોડી દેવામાં આવે તો ચોંકાવનારો આંકડો સામે આવી શકે છે. જે જોતા તંત્રએ રખડતા શ્વાના ત્રાસ પર લગામ કસવા માટે વધુ મહેનત કરવી પડશે તેવું લાગી રહ્યું છે.
વધુ અસરકારક કામગીરી કરવાની જરૂરત
વડોદરામાં એસએસજી હોસ્પિટલ અને ગોત્રી મેડિકલ હોસ્પિટલ એમ બે સરકારી હોસ્પિટલ આવેલી છે. ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં હાલના દિવસોમાં રખડતા શ્વાન કરડ્યાની સારવાર તથા એન્ટી રેબીસના ડોઝ માટે આવતા દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે. હોસ્પિટલના આરએમઓનું કહેવું છે કે, તંત્રએ રખડતા શ્વાનની સમસ્યા સામે વધુ અસરકારક કામગીરી કરવાની જરૂરત છે.
રેબીસ થયા બાદ દર્દીનું બચવું મુશ્કેલ છે
ગોત્રી મેડિકલ હોસ્પિટલના RMO એ મીડિયાને જણાવ્યું કે, ગોત્રી હોસ્પિટલમાં ડિસેમ્બર થી જાન્યુઆરી સુધીમાં 2,000 હજાર જેટલા કેસો આવ્યા છે. જેમાં 725 નવા કેસો આવ્યા છે. રોજબરોજ 5 થી 7 કેસો આવી રહ્યા છે. નાના બાળકોના 150 જેટલા કેસો આવ્યા છે. તંત્રએ પાલતુ શ્વાન પર ધ્યાન આપવું જોઇએ. આવા કેસો વધુ ના આવે તે જોવું જોઇએ. આના કારણે રેબીસ (હડકવા) જે થાય છે તે ગંભીર હોય છે. રેબીસ થયા બાદ દર્દીનું બચવું મુશ્કેલ છે. કુતરૂ કરડ્યા બાદ એક પ્રોટોકોલ હોય છે. કરડ્યાના 24 કલાકમાં એન્ટી રેબીસનો પ્રથમ ડોઝ લેવાનો હોય છે. ત્યાર બાદ WHO ના પ્રોટોકોલ પ્રમાણે 5 ડોઝ આપવામાં આવે છે.
આ પણ વાંચો --- VADODARA : વઢવાણા તળાવ આવતા પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો