Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : 1100 ઘરો ધરાવતી સોસાયટીમાં 300 થી વધુ રખડતા શ્વાનોનો આતંક

VADODARA : ખોફના માહોલમાં બાળકો ગાર્ડનમાં રમવા જઇ શકતા નથી. વડીલો ચાલવા જઇ શકતા નથી. બધાએ ઘરમાં જ મજબુરીવશ પોતાની દુનિયા બનાવવી પડી
vadodara   1100 ઘરો ધરાવતી સોસાયટીમાં 300 થી વધુ રખડતા શ્વાનોનો આતંક
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના છેવાડે આવેલી અક્ષર કો.ઓપ. હાઉસિંગ સોસાયટીમાં રખડતા શ્વાનોનો (STRAY DOG ISSUE - VADODARA) ભારે આતંક હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. આ સોસાયટચીમાં 1100 જેટલા મકાનો આવેલા છે જેમાં આશરે 300 થી વધુ રખડતા શ્વાનનો ભારે ત્રાસ જોવા મળી રહ્યો છે. આ ત્રાસ એ હદે વધ્યો છે કે, વડીલો તેમજ બાળકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ત્યારે આ મામલે રહીશોએ ભેગા મળીને વડોદરા તાલુકા પ્રમુખને લેખીતમાં અરજી સુપરત કરીને રજુઆત કરી છે.

Advertisement

શ્વાનોએ આવતા જતા લોકો, વડીલો, યુવાનો અને બાળકો કોઇને છોડ્યા નથી

અક્ષર કો.ઓપ. હાઉસિંગ સોસાયટીના રહીશોએ અરજીમાં જણાવ્યું છે કે, રતનપુર ગામ, ડભોઇ નજીક અક્ષર સિટી નામની 1100 ઘરોની સોસાયટી આવેલી છે. જેમાં આશરે 5000 લોકો વસવાટ કરે છે. સાથે જ સોસાયટીમાં 300 જેટલા રખડતા શ્વાન જોવા મળી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી શ્વાનો દ્વારા સ્થાનિકો પર હુમલાની ઘટનાઓ વધી ગઇ છે. શ્વાનોએ આવતા જતા લોકો, વડીલો, યુવાનો અને બાળકો કોઇને છોડ્યા નથી. જેના કારણે સોસાયટીના રહીશો ભયભીત અનુભવી રહ્યા છે.

Advertisement

ખાનગી અને સરકારી દવાખાનામાં સારવાર કરાવ્યાના દસ્તાવેજો બીડાણમાં જોડાયા

ખોફના માહોલમાં બાળકો ગાર્ડનમાં રમવા જઇ શકતા નથી. વડીલો ચાલવા જઇ શકતા નથી. બધાએ ઘરમાં જ મજબુરીવશ પોતાની દુનિયા બનાવી લેવી પડી છે. જેથી બાળકો અને વડીલો શારીરિક તથા માનસિક તકલીફોનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થીતિમાં સ્થાનિકોને ભયમુક્ત બનાવવા માટે વડોદરા તાલુકા પ્રમુખની મદદ માંગવામાં આવી છે. સરકારી પદાધિકારીઓનો ભરોસો વધે તે માટે સ્થાનિકોએ ખાનગી અને સરકારી દવાખાનામાં સારવાર કરાવ્યાના દસ્તાવેજો પણ અરજીપત્રક સાથે બીડાણમાં જોડવામાં આવ્યા છે. હવે, આ મામલે તંત્ર ત્વરિત પગલાં લે તેવી આશા સ્થાનિકો સેવી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : શહેરવાસીઓ સુધી ચોખ્ખું પાણી પહોંચાડવામાં પાલિકા નિષ્ફળ

Tags :
Advertisement

.

×