Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : માંજલપુરમાં હાથફેરાની આશંકાએ ફરતા શકમંદની અટકાયત

VADODARA : માંજલપુર વિસ્તારમાં આવેલી સુદર્શન ટાઉનશીપ સોસાયટીમાં હાથફેરાની આશંકાએ ફરતા તસ્કરને લોકોએ ઝડપી પાડ્યો છે
vadodara   માંજલપુરમાં હાથફેરાની આશંકાએ ફરતા શકમંદની અટકાયત
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં તસ્કરોનો તરખાટ અનેક વિસ્તારોમાં સામે આવી રહ્યો છે. આ વાતની સાબિતી આપતા સીસીટીવીની સોશિયલ મીડિયા પર ભરમાર જોવા મળે છે. ત્યારે હવે તસ્કરો સામે પ્રજા પણ સજાગ બની છે. આવા જ જાગૃત નાગરિકો દ્વારા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી ટાઉનશીપમાંથી હાથફેરાની આશંકાએ ફરતા શકમંદ (SUSPECTED) ની અટકાયત કરીને તેને સ્થાનિક પોલીસને સોંપ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે, શકમંદ ભાગવા જતા લોકોએ તેને મેથીપાક પણ ચખાડ્યો હતો.

લોકોએ પકડી પાડતા શકમંદે ભાગવાનો પ્રસાય કર્યો

વડોદરામાં પહેલા ચોર આવ્યા ચોરની અફલાએ ભારે ઉત્તેજના ફેલાવી હતી. ત્યાર બાદ તહેવાર ટાણે તસ્કરોની હાજરી અલગ અલગ વિસ્તારોમાં નોંધવામાં આવી હોવાના સીસીટીવી સામે આવ્યા હતા. જેને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો. અને બીજી તરફ લોકો જાતે જ પોતાના જાન-માલની સુરક્ષા કરવા માટે તત્પર બન્યા હતા. તેવામાં પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી સુદર્શન ટાઉનશીપ સોસાયટીમાં હાથફેરાની આશંકાએ ફરતા તસ્કરને લોકોએ ઝડપી પાડ્યો છે. લોકોએ પકડી પાડતા શકમંદે ભાગવાનો પ્રસાય કર્યો હતો. પરંતુ તેમાં તે ફાવ્યો ન્હતો. બાદમાં લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો.

Advertisement

તે એકલો હતો કે કોઇ ટોળકીનો હિસ્સો હતો ?

તે બાદ લોકોએ સમજદારી વાપરીને શકમંદ તસ્કરને સ્થાનિક પોલીસને સોંપી દીધો હોવાનું સુત્રોએ ઉમેર્યું છે. હવે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવનાર છે. આ શકમંદનું પકડાવવાથી લોકોના મનમાં અનેક સવાલો ઉઠવા પામ્યા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા શકમંદ ખરેખર કેમ સોસાયટીમાં આવ્યો હતો, તે એકલો હતો કે કોઇ ટોળકીનો હિસ્સો હતો, તેનો ભુતકાળ વગેરે માહિતી એકત્ર કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે. જે રીતે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ચોરીના બનાવોની ઘટના સામે આવી રહી છે. તે જોતા પોલીસે નાઇટ પેટ્રોલીંગ વધુ અસરકારક બનાવવાની દિશામાં કામગીરી કરવાની જરૂર છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પોલો ગ્રાઉન્ડ નજીકની સોસાયટીમાં તસ્કરોના આંટાફેરાએ ચિંતા વધારી

Tags :
Advertisement

.

×