ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : ઇન્દિરા પ્રાથમિક શાળામાં કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવા કાર્યોની CM એ નોંધ લીધી

VADODARA : 11 માર્ચ 2025 ના રોજ ગાંધીનગરમાં સમગ્ર શિક્ષા રાજ્ય પ્રોજેક્ટ કાર્યાલય ખાતે આ શાળા એટલે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું
06:49 AM May 04, 2025 IST | PARTH PANDYA
VADODARA : 11 માર્ચ 2025 ના રોજ ગાંધીનગરમાં સમગ્ર શિક્ષા રાજ્ય પ્રોજેક્ટ કાર્યાલય ખાતે આ શાળા એટલે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું

VADODARA : વડોદરા તાલુકા (VADODARA TALUKA) ની ઇન્દિરા પ્રાથમિક શાળા (INDIRA PRIMARY SCHOOL - VADODARA) દ્વારા કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવા માટે થઇ રહેલા કાર્યોની નોંધ લઇ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શાળા પરિવારની પીઠ થાબડી છે. મુખ્યમંત્રીશ્રીએ શાળા પરિવારને પત્ર લઇ કાર્યોની પ્રશંસા કરી છે.

આવનારી પેઢી માટે સૌથી મોટી સમસ્યા બનશે

મુખ્યમંત્રીશ્રીએ પાઠવેલા પત્રમાં જણાવાયું છે કે, સમગ્ર વિશ્વ આજે જો સૌથી મોટી સમસ્યાનો સામનો કરતી હોય તો તે પર્યાવરણનો છે જે પ્રમાણે દિવસેને દિવસે લોકો શહેરી વિસ્તાર તરફ પડી રહ્યા છે તેને લઈ હવે તેને દિવસે પર્યાવરણનો નાશ થતો જાય છે ત્યારે વડોદરા તાલુકાની ઇન્દિરા કોયલી પ્રાથમિક શાળા કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવા લોકો માટે પ્રેરણા રૂપ બની છે. આજે સમગ્ર ભારતમાં વધતા જતા ગ્લોબલ વોર્મિંગ ના કારણે તેની સીધી અસર પશુ પક્ષી અને પ્રાણીઓ પર જોવા મળી રહી છે ત્યારે પર્યાવરણને બચાવવા માટે આજે સમગ્ર વિશ્વમાં અનેક સંસ્થાઓ પણ કામ કરી રહી છે પરંતુ આજે પણ મોટાભાગના દેશોમાં શહેરી વિસ્તાર વધતા પર્યાવરણને મોટું નુકસાન થઈ રહ્યું છે જે આવનારી પેઢી માટે સૌથી મોટી સમસ્યા બનશે.

વર્તમાન સમય IT છે જ્યારે આવનાર સમય ET નો રહેવાનો છે

પર્યાવરણના પ્રદૂષણની સમસ્યાથી આજે સમગ્ર વિશ્વચિંતિત બન્યું છે ગ્લોબલ વોર્મિંગ આજે વૈશ્વિક સમસ્યા બની ગઈ છે પ્રાકૃતિક સંતુલનની જાળવણીનું ચિંતન આપણી સંસ્કૃતિમાં વણાયેલું છે. પ્રકૃતિના મૂળભૂત પાંચ તત્વોનું પૂજન અને જતન આપણી પાવન પરંપરામાં સમાવેશ છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી પર્યાવરણ સરક્ષણના પ્રખર હિમાયતી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં તેમણે સીએનજીના વપરાશને પ્રોત્સાહન વન મહોત્સવ સૂર્ય ઊર્જાનો ઉપયોગ નો વ્યાપ વધારવો સોલાર પોલિસી નું ઘડતર સોલાર પાર્ક ના નિર્માણ વગેરે કામગીરી તેમણે આ સંદર્ભે કરી હતી. વર્તમાન સમય IT છે જ્યારે આવનાર સમય ET નો રહેવાનો છે એવું તેમનું મંતવ્ય રહ્યું છે. નાની નાની બાબતોની કાળજી લેવાથી પર્યાવરણની રક્ષા થઈ શકે છે. એ વાતોને વણી લેતું પુસ્તક લખ્યું હતું, અને પર્યાવરણ સરક્ષણ માટે અલાયદો ક્લાઈમેન્ટ ચેન્જ વિભાગ બનાવ્યો હતો. જેનો આજે મોટાભાગના વિસ્તારોમાં ફાયદો પણ થઈ રહ્યો છે.

જનરેશન ફોર ક્લાઇમેન્ટ એક્શન કાર્યક્રમમાં ભાગ લીધો

જે પ્રમાણે સમગ્ર વિશ્વ આજે પર્યાવરણનો નાશ કરી રહ્યું છે તેની સીધી અસર આજે લોકોના જનજીવન પર જોવા મળી રહી છે ત્યારે ભારત દેશમાં પણ શહેરી વિસ્તાર વધતા આજે પર્યાવરણ દિવસે ને દિવસે ઘટતું જઈ રહ્યું છે જેની સીધી અસર ગ્લોબલ વોર્મિંગ માં વધારો જોવા મળી રહે છે. ત્યારે આ તમામ સમસ્યાઓને બચાવવા માટે આજે રાજ્ય સરકાર દિવસે અને દિવસે અથાગ પ્રયત્નો કરી રહી છે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે પર્યાવરણને બચાવવા માટે પર્યાવરણ બચાવો દેશ બચાવો કાર્યક્રમ અંતર્ગત દર વર્ષે અને વૃક્ષારોપણના કાર્યક્રમો થકી લોકોમાં પ્રેરણા પૂરી પાડવામાં આવી રહી છે.ત્યારે વડોદરા તાલુકાની ઇન્દિરા કોયલી પ્રાથમિક શાળાએ પર્યાવરણને બચાવવા માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઇન્દિરા પ્રાથમિક શાળાએ જનરેશન ફોર ક્લાઇમેન્ટ એક્શન કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ શાળા તેમજ ઘરે કાર્બન ફૂડ પ્રિન્ટ ઘટાડવાના શાળાના પ્રયાસો થકી પ્રમાણપત્ર અને પ્રશંસા પત્ર પ્રાપ્ત કર્યું હતું. 11 માર્ચ 2025 ના રોજ ગાંધીનગરમાં સમગ્ર શિક્ષા રાજ્ય પ્રોજેક્ટ કાર્યાલય ખાતે આ શાળા એટલે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. અને શાળાના આચાર્ય માર્ગદર્શક શિક્ષિકા અરુણાબેનને આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

પર્યાવરણ સંરક્ષણની સંસ્કૃતિ હતી

સૌર ઊર્જા પ્રણાલીઓ, વર્મી કેમ્પોસ્ટિંગ વરસાદી પાણી સંગ્રહ સ્માર્ટ વર્ગખંડો અને ઓર્ગેનિક ખેતી જેવી વિશિષ્ટતાઓ ધરાવતી ઇન્દિરા કોયલી પ્રાથમિક શાળા અન્ય શાળાઓ માટે પ્રેરક છે જનરેશન ફોર ક્લાઈમેટ એક્શન કાર્યક્રમ અંતર્ગત શાળા અને ઘરમાં વીજળી અને પાણીની બચત પ્રાકૃતિક ખાતર અને પદાર્થોનો ઉપયોગ વધારવા તેમજ પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા માટેની વિવિધ પ્રવૃત્તિઓ શાળા દ્વારા કરવામાં આવી તે લોકો માટે આવકાર્ય છે ત્યારે આ જ પ્રકારે પર્યાવરણ સંરક્ષણની સંસ્કૃતિ હતી. વિદ્યાર્થીનીઓએ સંસ્કારીત કરવાની આ કામગીરી આગળ વધારતા ઇન્દિરા નગર પ્રાથમિક શાળા કોયલી ઉત્તરોત્તર પ્રગતિના પંથે આગળ વધતો રહે તેવી શુભકામનાઓ પણ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પાઠવવામાં આવી હતી.

આ પણ વાંચો --- Surat: અગ્નિકાંડ બાદ પણ બેદરકારી દાખવનાર શાળાઓ સામે જિલ્લા શિક્ષણાધિકારીની કડક કાર્યવાહી

Tags :
appreciatedbyCarbonCMeffortsfootprintGujaratGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsreduceSchooltalukatoVadodara
Next Article