VADODARA : લાઇનમાં ભંગાણ છતાં કોન્ટ્રાક્ટરે કામ ચાલુ રાખ્યાનો આરોપ
VADODARA : વડોદરા (VADODARA) ના તરસાલી વિસ્તારના વડદલા રોડ પર પાણીની નવીન લાઇન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી સમયે લાઇનમાં ભંગાણ થઇ રહ્યું હોવાની ફરિયાદ સ્થાનિકો દ્વારા કોર્પોરેટરને કરવામાં આવતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. (VMC CONTRACTOR NEGLIGENCE, DAMAGED WATER PIPE - VADODARA) અને પાલિકાના રોડ પ્રોજેક્ટ શાખા અને પાણી પુરવઠા વિભાગના અધિકારીને અસરકારક રજુઆત કરી હતી. એટલું જ નહીં બેદરકારી દાખવતા કોન્ટ્રાક્ટર સામે કડક હાથે દંડનીય કાર્યવાહી કરવાનું સુચન પણ કર્યું હતું. કોર્પોરેટરનું કહેવું છે કે, જો આ વાત અંગે હમણાં જાણ ના થઇ હોત તો ભવિષ્યમાં વધુ મુશ્કેલી પડવાની શક્યતાઓ હતી.
તે લોકો એવુંને એવું જ પુરી દે છે
સ્થાનિક કોર્પોરેટર ઘનશ્યામ પટેલે મીડિયાને જણાવ્યું કે, મને બે ત્રણ દિવસ પહેલા સ્થાનિક રહીશો દ્વારા ફરિયાદ મળી હતી. ત્યાર બાદ મેં રોડ પ્રોજેક્ટ શાખા અને પાણી પુરવઠા વિભાગમાં ફરિયાદ કરી હતી. આવી રીતે કામ કરતા પાઇપ તુટી જાય છે, અને જેસીબી અથવા લાગતા-વળગતા સુપરવાઇઝર તે અંગે જણાવતા નથી. આ અંગે રહીશોએ મને જાણ કરી છે. તે લોકો એવુંને એવું જ પુરી દે છે. જે એક બે જગ્યાએ તુટી ગઇ છે, તેને ખુલ્લી રહેવા દો, અને બાકીનું આગળ જવા દો. તે લોકો આવીને જોઇને ગયા છે, અને કેટલી જગ્યાએ આ રીતે તુટ્યું છે, તે બતાવવા જાણ કરી છે.
બીજા કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરને ખબર પડે
વધુમાં જણાવ્યું કે, રૂ. 22 કરોડના ખર્ચે ટીપી - 52 અને 58 ને તરસાલીથી જે નવો વિસ્તાર ડેવલોપ થયો, ત્યાં આટલોબધો ખર્ચ કર્યા પછી, પાણી મુખ્ય વસ્તુ છે. અને તેણે લાઇનને આ રીતે તોડી નાંખી છે. નજીક નજીકમાં પાઇપ તુટી ગઇ છે. તેને ખ્યાલ જ છે કે પાણીની લાઇન છે, તો તેણે ધ્યાન પૂર્વક કામ કરવું જોઇતું હતું. પરંતુ તેણે તેમ કર્યું નથી. જેથી મેં રોડ પ્રોજેક્ટ શાખા સાફ કહી દીધું છે, કે આ કોન્ટ્રાક્ટર પર દંડનીય કાર્યવાહી કરો. જેથી બીજા કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝરને ખબર પડે. આવું જ રહ્યું હોત તો જે કામ માટે આ બધુ કરવામાં આવ્યું તે થઇ શક્યું જ નહોત. કારણકે અનેક જગ્યાએથી તુટી જવાના કારણે પાણી વહી જતું હોત.સિટી એન્જિનીયરને સંકલન સુધારવા માટે જણાવ્યું છે.
આ પણ વાંચો --- VADODARA : પૈસાની જરૂરિયાત પુરી કરવા ATM માં ચોરીનો પ્રયાસ


