VADODARA : શાળાનું પરિણામ ઉંચું લાવનાર CRC કો-ઓર્ડિનેટર 1,000 શિક્ષકોના ગુરૂ બનશે
VADODARA : જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે ઇનોવેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમગ્ર જિલ્લામાંથી ૫૦ કૃતિઓ પૈકી સી.આર.સી કોઓર્ડીનેટર ભાદરવાની શાળામાં ઉપલબ્ધ સુવિધાનો અસરકારક ઉપયોગ વિષયક કૃતિની ડાયટ દ્વારા જિલ્લા કક્ષાએ પસંદગી કરવામાં આવી છે.
મુકેશભાઈ શર્મા દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો
સી.આર.સી ની મુલાકાત અને વર્ગખંડ અવલોકન પ્રક્રિયા એ સમગ્ર શિક્ષણની ગુણવત્તાનો આધાર છે. સરકાર દ્વારા પ્રાથમિક શાળાનું શિક્ષણ શ્રેષ્ઠ બનાવવા માટે વિવિધ જરૂરી સામગ્રી આપવામાં આવે છે. આ સામગ્રીનો ઉદ્દેશ સમગ્ર શાળાઓ યોગ્ય હેતુસર ઉપયોગ કરે તે રહેલો હોય છે. જેમાં શાળામાં ઉપલબ્ધ સુવિધાનો અસરકારક ઉપયોગ વિષય પર ભાદરવાના સી.આર.સી કોઓર્ડીનેટર મુકેશભાઈ શર્મા દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો હતો. જેની રજૂઆત અને અસરકારક અમલીકરણ માટેની વિશિષ્ટતા સંદર્ભ આ કૃતિ અગ્રીમ સ્થાન પામી છે. શિક્ષણમાં જ્યારે સાધન સામગ્રી આપવામાં આવી હોય તો એ સાધનનો ખરેખર બાળકો માટે ઉપયોગ થાય તે જરૂરી છે.
ભાદરવા ક્લસ્ટરની ૧૧ શાળાઓમાં ખૂબ જ સારી રીતે અસરકારક ઉપયોગ
જેમાં જ્ઞાનકુંજ,કોમ્પ્યુટર લેબ,સ્માર્ટ ક્લાસ સંગીતના વાજિંત્રો તથા જી.શાળા, એલ.બી.ડી.કીટનો ઉપયોગ અને અર્લી મેથ્સ સાયન્સની સાધન સામગ્રી જો પ્રત્યક્ષીકરણ અને પ્રત્યેક વિદ્યાર્થીઓ માટે ઉપયોગ કરવામાં આવે તો વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્યનો વિકાસ થવા સાથે અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયામાં લર્નિંગ આઉટસકમ સિદ્ધ થાય છે. શર્માએ વિવિધ શાળાઓની મુલાકાત દરમિયાન ઇનોવેશન માટેની પ્રવૃત્તિ સાધન સામગ્રી સમયગાળો અને લક્ષ જૂથ નક્કી કરીને ભાદરવા ક્લસ્ટરની ૧૧ શાળાઓમાં ખૂબ જ સારી રીતે અસરકારક ઉપયોગ થાય તે માટેનો પ્રયોગ કરતા ૯૦ ટકા પરિણામ પ્રાપ્ત થયું છે.
એક હજાર જેટલા શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવશે
આ ઇનોવેશન અંગે તા.૧૩,૧૪ અને ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ જિલ્લા કક્ષાએ કૃતિ રજૂ કરી જિલ્લાના અંદાજે એક હજાર જેટલા શિક્ષકોને આ સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવશે. મુકેશભાઈ શર્માએ છેલ્લા પાંચ સાત વર્ષથી વિવિધ ઈનોવેશન રજૂ કરીને ગુણોત્તરલક્ષી પરિણામો પ્રાપ્ત કર્યા છે.આ મોડલના મૂલ્યાંકન અને પરિણામો ખૂબ સારા મળતા આ કૃતિને આવકાર મળી રહ્યો છે. જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર અને સમગ્ર શિક્ષા ટીમ વડોદરા દ્વારા શર્માને શુભેચ્છા પાઠવવામાં આવી છે.
આ પણ વાંચો --- VADODARA : વિશ્વામિત્રી નદીમાંથી મગર-કાચબાના કામચલાઉ સ્થળાંતરને મંજુરી