VADODARA : ડ્રાયફ્રૂટ, કરિયાણું ભરેલા ટેમ્પોમાં આગ, લાખો રૂપિયાનું નુકશાન
VADODARA : વડોદરા (VADODARA) પાસેના સાંકરદામાં ડ્રાયફ્રૂટ અને કરિયાણું ભરીને લઇ જતા ટેમ્પામાં રસ્તા પર આગ લાગવાની ઘટના સામે આવી છે. ટેમ્પામાં આગ લાગ્યાનું સામે આવતા તુરંત ડ્રાઇવર અને ક્લિનર તેમાંથી ઉતરી ગયા હતા. ઘટના અંગે જાણ થતા જ નજીકના ફાયર સ્ટેશનમાંથી જવાનો પહોંચ્યા હતા. અને આગ પર ફોમનો મારો ચલાવીને તેના પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આગની ઘટનામાં લાખો રૂપિયાનું નુકશાન પહોંચ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ડ્રાઇવર-ક્લિનર ઉતરી પડ્યા
વડોદરા શહેર-જિલ્લામાં વાહનમાં આગ લાગવાની ઘટના દિવસેને દિવસે વધી રહી હોય તેમ લાગી રહ્યું છે. આજરોજ વહેલી સવારે સાંકરદા પાસે આવેલી મોટી ઓટોમોબાઇલ કંપની સામેના રોડ પરથી ડ્રાય ફ્રૂટ અને કરિયાણું ભરેલો ટેમ્પો પસાર થતો હતો. આ ટેમ્પામાંથી અચાનક ધૂમાડા નિકળતા હોવાનું ચાલકના ધ્યાને આવતા ક્લિનર સાથે તેઓ ઉતરી પડ્યા હતા. અને સલામત અંતરે જતા રહ્યા હતા.
હળવો ટ્રાફીક જામ સર્જાયો
ત્યાર બાદ આગની ઘટના અંગે વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જે બાદ તુરંત ફાયરના લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને ફોમનો મારો ચલાવીને આગ પરક કાબુ મેળવ્યો હતો. આગ પર કાબુ મેળવવાના કામના કારણે રસ્તા પર એક લેનમાંથી જ વાહન પસાર થાય તેવી સ્થિતી સર્જાઇ હતી. જેથી હળવો ટ્રાફીક જામ સર્જાયો હતો.
ટેમ્પો અને માલ-સામાનને પહોંચેલા નુકશાનનો અંદાજો લગાડાઇ રહ્યો છે
આગ પર કાબુ મેળવી લીધા બાદ તેના કારણો જાણવા અંગેની દિશામાં ફાયર જવાનો દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રકી છે. સાથે જ આ ઘટનામાં ટેમ્પો અને માલ-સામાનને પહોંચેલા નુકશાનનો અંદાજો જાણવા માટે પણ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઘટનામાં ટેમ્પાની ડ્રાઇવર કેબિન આખેેઆખી નુકશાનગ્રસ્ત થઇ હતી.
આ પણ વાંચો -- VADODARA : આગમાં પર્યાવરણના નુકશાન બદલ IOCL ને રૂ. 1 કરોડનો દંડ