ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : અંકોડિયા ગામની સીમમાંથી મળી આવ્યો યુવતીનો મૃતદેહ

Vadodara : વડોદરા તાલુકાના અંકોડિયા ગામની સીમમાં આવેલી અવાવરુ (ખેતર-ઝાંખરા વાળી) જગ્યાએથી બુધવારે સવારે 25થી 30 વર્ષની અજાણી યુવતીનો કહોવાયેલો મૃતદેહ મળી આવતાં ગ્રામ્ય વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે. મળી રહેલી માહિતી અનુસાર, મહિલાના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળતાં હત્યાની આશંકા સેવાઈ રહી છે. આ મામલે તાલુકા પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે.
04:00 PM Dec 10, 2025 IST | Mujahid Tunvar
Vadodara : વડોદરા તાલુકાના અંકોડિયા ગામની સીમમાં આવેલી અવાવરુ (ખેતર-ઝાંખરા વાળી) જગ્યાએથી બુધવારે સવારે 25થી 30 વર્ષની અજાણી યુવતીનો કહોવાયેલો મૃતદેહ મળી આવતાં ગ્રામ્ય વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે. મળી રહેલી માહિતી અનુસાર, મહિલાના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળતાં હત્યાની આશંકા સેવાઈ રહી છે. આ મામલે તાલુકા પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે.

Vadodara : વડોદરા તાલુકાના અંકોડિયા ગામની સીમમાં આવેલી અવાવરુ (ખેતર-ઝાંખરા વાળી) જગ્યાએથી બુધવારે સવારે 25થી 30 વર્ષની અજાણી યુવતીનો કહોવાયેલો મૃતદેહ મળી આવતાં ગ્રામ્ય વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ છે. મળી રહેલી માહિતી અનુસાર, મહિલાના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળતાં હત્યાની આશંકા સેવાઈ રહી છે. આ મામલે તાલુકા પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ શરૂ કરી છે. યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.

ડિવાયએસપી અને પીઆઈ દોડી ગયા ઘટના સ્થળે

વડોદરા નજીક આવેલ અંકોડિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં આજે એક યુવતીની લાશ પડી હોવાની માહિતી સ્થાનિક વ્યક્તિએ પોલીસને કોલ કરીને આપી હતી. આ ઘટનાની જાણ થતાંની સાથે જ વડોદરા તાલુકા પોલીસની ટીમ, પીઆઇ વિક્રમસિંહ ટાંક અને ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ તથા એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લાશનો કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલમાં મોકલી આપી હોવાની માહિતી સામે આવી રહી છે.

Vadodara : મૃતદેહ કોહવાયેલી સ્થિતિમાં

મળી રહેલી માહિતી અનુસાર, યુવતીનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોવાથી તેની ઓળખ થઈ શકી નથી. જોકે, પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાઓ ખંગાળવાનું શરૂ કર્યું છે, જેથી આરોપી સુધી પહોંચવામાં સરળતા રહે શકે. તો બીજી તરફ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, યુવતીના ગળા ઉપર ઈજાના નિશાનની સાથે-સાથે દૂપટ્ટો પણ લપેટાયેલો મળ્યો હોવાથી હત્યા કે આત્મહત્યા કરવામાં આવી છે, તે દિશામાં પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.

હત્યા કે આત્મહત્યા ?

પોલીસ સુત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, મૃતદેહ પાછલા ઘણા દિવસોથી અહીં પડ્યો હોઈ શકે છે. કેમ કે મૃતદેહ એકદમ ખરાબ સ્થિતિમાં હોવાની માહિતી સામે આવી રહી છે. આ ઘટનાની જાણ પણ મૃતદેહમાંથી આવી રહેલી દૂર્ઘંધના કારણે જ સ્થાનિક લોકોને થઈ હતી. તે પછી સ્થાનિક લોકોએ તપાસ કરતાં મૃતદેહ હોવાનું જાણતા તેમને પોલીસને ફોન કરીને જાણકારી આપી હતી. સૌથી પહેલા તો પોલીસ મૃતદેહની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે, જેથી આરોપી સુધી સરળતાથી પહોંચી શકાય.

Vadodara ની બદનામ જગ્યા- ક્રાઈમ હોટસ્પોટ

ઉલ્લેખનિય છે કે, આ જગ્યા પર પહેલા પણ ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ હોવાની માહિતી સામે આવી રહી છે. આ જગ્યા ક્રાઈમ માટે હોટ સ્પોટ છે. કેમ કે આ અવાવરૂં જગ્યાએ પહેલા પણ ગંભીર ગુનાઓ આચરવામાં આવી ચૂક્યા હોવાની માહિતી સામે આવી રહી છે.

આ પણ વાંચો- Banaskantha: પાલનપુરમાં રખડતા પશુઓનો ત્રાસ, નગરપાલિકા રખડતા ઢોર પકડવાના કોન્ટ્રાક્ટ લેવા તૈયાર નહીં!

Tags :
ankodiaCrime NewsGujarat NewsMurder MysteryVadodara CrimeYoung Woman Body Found
Next Article