ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : હાથફેરો કરનાર કારીગરોને મુંબઇથી દબોચ્યા

VADODARA : સોનાની બંગડી, ચેઇન, અને વિંટીઓ મળીને કુલ રૂ. 1.92 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી થયું હોવાનું ધ્યાને આવ્યું હતું.
02:10 PM Oct 24, 2024 IST | PARTH PANDYA
VADODARA : સોનાની બંગડી, ચેઇન, અને વિંટીઓ મળીને કુલ રૂ. 1.92 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી થયું હોવાનું ધ્યાને આવ્યું હતું.

VADODARA : દિવાળી ટાણે કલરકામ કરવા માટે રાખેલા કાગીગરો દ્વારા ઘરમાં હાથફેરો કરવામાં આવતા મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ આરોપીઓને દબોચી લેવા માટે પીઆઇ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. બંને આરોપીઓ મુંબઇની હોટલમાં હોવાની બાતમી મળતા વડોદરા પોલીસે (VADODARA POLICE) મુંબઇ પોલીસ (MUMBAI POLICE) ની મદદથી આરોપીઓને દબોચી લીધા છે.

કડવા ચોથ નિમિત્તે પોતાના દિકરાને ત્યાં ગયા

તાજેતરમાં વડોદરાના છાણી પોલીસ મથકમાં ફરિયાદી મધુબેન ગુપ્તાના ઘરે કલરકામ કરવા માટે આવેલા કારીગરો કલર કરતા હતા. દરમિયાન તેઓ 20 ઓક્ટોબરના રોજ કડવા ચોથ નિમિત્તે પોતાના દિકરાને ત્યાં બપોરે ગયા હતા. તેવામાં કલરકામ ચાલી રહ્યું હતું. જે બાદ રાત્રે મહિલા પરત ફરતા પોતાના ઘરના બેડરૂમમાં મુકેલી તિજોરી ખુલ્લી મળી આવી હતી. તે બાદ તિજોરીમાં તપાસ કરતા તેમાં મુકેલી સોનાની બંગડી, ચેઇન, અને વિંટીઓ મળીને કુલ રૂ. 1.92 લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી થયું હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ તેમણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

અજમેરી હોટલમાં રોકાયા

મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પીઆઇ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત તેમને બાતમી મળી કે, બંને આરોપીઓ હાલ ડોંગરી પોલીસ મથક વિસ્તારમાં આવેલી અજમેરી હોટલમાં રોકાયા છે. જેના આધારે સર્વેલન્સ સ્કવોર્ડમાં ફરજ બજાવતા જવાનોને તપાસ કરવા માટે સુચન કર્યું હતું. બાદમાં ડોંગરી પોલીસની મદદ લઇને પુરેપુરા મુદ્દામાલ સાથે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા. બાદમાં બંનેને વડોદરાના છાણી પોલીસ મથક ખાતે લાવીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

બંને પાસેથી મુદ્દામાલ રિકવર

બંને આરોપીઓ મો. માસુમ મો, મુખ્તાર શેખ (રહે. મૈસી, મંગલપુરા, પૂર્વી ચંપારણ, બિહાર) અને મો. ઇદ્ગિશ મો. ઇશ્રાફીલ શેખ (રહે. મોતીજીલ ચોક લાલુ, ઇસ્ટ ચંપારણ, બિહાર) સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે બંને પાસેથી રૂ. 1.85 લાખનો મુદ્દામાલ મેળવવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો -- VADODARA : બિલ્ડર ગ્રુપ પર ઇન્કમટેક્સના દરોડા જારી, સુપર ઓપરેશનને પગલે ખળભળાટ

Tags :
accusedcaughtFROMHoteljewelryMUMBAIRecoverstolentheftVadodara
Next Article