VADODARA : દોઢ મહિનામાં બીજી વખત તસ્કરો ત્રાટકતા પરિવારમાં ચિંતા
VADODARA : વડોદરાના અકોટા (VADODARA - AKOTA) વિસ્તારમાં દોઢ મહિનાના સમયગાળામાં બીજી વખત તસ્કરો ત્રાટકતા પરિવારમાં ચિંતા પેંસી જવા પામી છે. પહેલી વખતમાં તસ્કરો મોટો હાથફેરો કરવામાં સફળ રહ્યા હતા. જો કે, આ વખતે પરિવાર જાગી જતા તસ્કરોએ પાછા ભાગવં પડ્યું હતું.
જેપી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી
વડોદરાના અકોટા વિસ્તારમાં રાધા કૃષ્ણ સોસાયટી આવેલી છે. આ સોસાયટીમાં રહેતો શાહ પરિવાર અગાઉ રાજપરા ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા માટે ગયો હતો. દરમિયાન તસ્કરોએ મોટો હાથફેરો કર્યો હતો. જેમાં પરિવારે કુલ રૂ. 17.30 લાખની મત્તા ગુમાવી હતી. જે બાદ આ મામલે વડોદરાના જેપી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
પરિવારના મોભી જાગી જતા તેમણે દેકારો કર્યો
આ ઘટના બાદ તાજેતરમાં ફરી એક જ પરિવારને ત્યાં તસ્કરોએ હાથફેરો કરવાનો પ્રયાસ કર્યો હતો. તસ્કરો નકુચો તોડવામાં સફળ રહ્યા હતા. જો કે, આ દરમિયાન પરિવારના મોભી જાગી જતા તેમણે દેકારો કર્યો હતો. જેને પગલે પરિવારના અન્ય સભ્યો પણ જાગી ગયા હતા. તેવામાં તસ્કરો પોતાના વાહન પર પરત જતા રહ્યા હતા.
તસ્કરો પેંધા પડ્યા હોવાનો ગણગણાટ
જે બાદ પરિવારે સીસીટીવીમાં તપાસ કરી હતી. સીસીટીવીમાં બાઇક પર બે તસ્કરો ભાગતા જોયા હતા. દોઢ માસના ગાળામાં બીજી વખત તસ્કરો હાથફેરો કરવા આવતા, પેંધા પડ્યા હોવાનો ગણગણાટ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. આ તસ્કરોને અટકાવવા માટે હવે પોલીસ શું પગલાં લે છે તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : મેફેડ્રોન ડ્રગ્સના જથ્થાની ડિલિવરી પહેલા જ ઝડપતી SOG