Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે - આરોગ્ય મંત્રી

VADODARA : ચારેય ઝોનમાં સ્પેશિયાલીટી સગવડો મળી રહે, આવનારા વર્ષોના પ્લાનીંગ સાથે કામ થશે. અમદાવાદ મેડીસીટી પરનો ઘસારો ઘટે તે દિશામાં પ્રયત્નો છે
vadodara   મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે   આરોગ્ય મંત્રી
Advertisement

VADODARA : આજરોજ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ (HEALTH MINISTER OF GUJARAT RUSHIKESH PATEL) વડોદરાની મુલાકાતે છે. શરૂઆતમાં તેઓ ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ (GMERS HOSPITAL - GOTRI) પહોંચ્યા હતા. અને સુવિધાઓની સમીક્ષા કરી હતી. આ તકે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, અમદાવાદની જેમ વડોદરામાં મધ્યગુજરાતની મેડીસીટી (MEDICITY) જેવી મેડિકલ સુવિધાઓ મળે તેવી તૈયારીઓ અમે કરી રહ્યા છીએ. જેથી અમદાવાદ મેડીસીટી પરનું ભારણ ધટે. આ સાથે જ તેમણે દવાઓની અછત અને આયુષ્યમાન કાર્ડમાં પડતી મુશ્કેલીઓ અંગે તેમનો મત વ્યક્ત કર્યો હતો. ગોત્રી હોસ્પિટલ બાદ તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. અને તેમના હસ્તે વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ધાટન થનાર છે.

અનેક વિષયોને લઇને રૂટિન વીઝીટ કરવામાં આવી

રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ  (HEALTH MINISTER OF GUJARAT RUSHIKESH PATEL) એ મીડિયાને જણાવ્યું કે, અમદાવાદ મેડીસીટી તરીકે ગણાય છે. તે જ રીતે વડોદરાને મધ્યગુજરાતમાં વિકસાવવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે. તેવા સમયે જીએમઇઆરએ, એસએસજી હોસ્પિટલમાં જુની સુવિધાઓ સાથે નવી સ્પેશિયાલીટીની સુવિધાઓ અમે ઉભી કરવા જઇ રહ્યા છીએ. તેના સંદર્ભે હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પેશન્ટની કેવી કાળજી લેવાય છે, નવી સુવિધાઓ તૈયાર કરવાની, બાકી જરૂર જણાતી સુવિધાઓ, દર્દીઓ અને સ્ટાફને કોઇ તકલીફ ના પડે તેવી વ્યવસ્થા, કેસ બારીઓ પર લાઇનનો ના લાગે તેવા વિષયોને લઇને રૂટિન વીઝીટ કરવામાં આવી છે. રાજ્યના ચારેય ઝોનમાં સ્પેશિયાલીટી સગવડો મળી રહે, અને આવનારા વર્ષોના પ્લાનીંગ સાથે કામ થશે. અમદાવાદ મેડીસીટી પરનો ઘસારો ઘટે તે દિશામાં પ્રયત્નો છે.

Advertisement

દવાઓની અછત મામલે હકીકતલક્ષી અહેવાલ મેળવ્યો છે

વધુમાં તેમણે જણાવ્યું કે, આ એચએમપીવી વાયરલ ચાઇનામાં ફેલાવો વધારે છે. ડરવાની જરૂર નથી. કોરાનામાં જે પ્રકારે લક્ષણો હતા, તેવા મંદ લક્ષણો જોવા મળે છે. કેન્દ્ર સરકાર તરફથી જે ગાઇડલાઇન આવે તેને આપણે અનુસરીશું. તકેદારીના પગલાં સ્વરૂપે હોસ્પિટલોમાં આરટીપીસીઆરનું ટેસ્ટીંગ થાય તેવી વ્યવસ્થાઓ આપણે તૈયાર કરી છે. દવાઓની અછત મામલે હકીકતલક્ષી અહેવાલ મેળવ્યો છે. દર્દીઓએ બહારથી દવાઓ ના લેવી પડે તેવા પ્રયાસો છે. દવાના ટેસ્ટીંગના સમયમાં ઘટાડો થાય તેવા પ્રયાસો કરવામાં આવનાર છે.

Advertisement

સામાજીક દુષણ મોબાઇલ સામે સમાજ, અને કુટુંબે તૈયાર થવું પડશે

આખરમાં તેમણે જણાવ્યું કે, આયુષ્યમાન કાર્ડ માટે બે લેવલ પર ચેકીંગ થાય છે. હોસ્પિટલ દ્વારા અપુરતા કાગળિયાઓના કારણે મોડું થાય છે. આ પ્લાન્ડ સર્જરીમાં થતી શક્યતાઓ છે. ઇમરજન્સી સમયે આવું કંઇ થતું નથી. તુરંત મંજુરી મળી જાય છે. નાનું બાળક મોબાઇલ આપણા કરતા વધુ ઝડપથી વાપરતું થઇ ગયું છે. તેની દુરોગામી અસર માટે સરકારના ધ્યાને આવી છે. રાજ્યકક્ષાએ કેવી રીતે તેની અમલવારી કરવી તેની ચર્ચા કરવામાં આવશે. સામાજીક દુષણ મોબાઇલ સામે સમાજ, અને કુટુંબે તૈયાર થવું પડશે. ભવિષ્યમાં કાયદો પણ બનશે. રૂ. 700 કરોડ જેવા નવા કામો થઇ રહ્યા છે. વડોદરામાં મેડીસીટીની તમામ વ્યવસ્થાઓ મળી રહે તે માટે આપણે તૈયારી કરી રહ્યા છીએ.

બેથી ત્રણ દિવસમાં દરેક હોસ્પિટલમાં કીટ ઉપલબ્ધ થાય એવા પ્રયાસો

ઋષિકેશ પટેલે આખરમાં ઉમેર્યું  કે, નવા વાયરસના લક્ષણો પ્રમાણે દર્દીની સારવાર કરવામાં આવશે. મોટેભાગે આ રોગમાં પણ કોવીડના પ્રોટોકોલ પ્રમાણેના જ લક્ષણો છે. જેમ કે, શરદી થવી, તાવ આવવો, ઉધરસ અને ગળામાં દુખાવો થવો. જેથી તે પ્રમાણે દર્દીની સારવાર કરવામાં આવશે. દેશમાં નોંધાયેલા પ્રથમ કેસ અંગે હાલ વધુ કોઈ માહિતી ન હોવાથી આ અંગે કશું કહેવાનો ઇનકાર કરતા ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું કે, આ રોગના ટેસ્ટ માટેની કિટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને આગામી બેથી ત્રણ દિવસમાં દરેક હોસ્પિટલમાં તે કીટ ઉપલબ્ધ થાય એવા પ્રયાસો છે. સરકાર અને વિવિધ સંસ્થા આ રોગ અંગે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કોઈપણ પ્રકારની ગભરાટ કે ચિંતા ઉભી ન થાય તે માટે સરકાર ગંભીર છે.

આ પણ વાંચો -- VADODARA : વિશ્વામિત્રીમાં રેમ્પ બનાવાતા જીવદયા પ્રેમી પહોંચ્યા, ઉચ્ચારી ચીમકી

Tags :
Advertisement

.

×