VADODARA : 62 શાળાઓએ ચોક્કસ સ્થળેથી સ્ટેશનરી ખરીદવા આગ્રહ કર્યાનો આરોપ
- વડોદરાના વેપારીઓના હિતમાં જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર
- શાળાઓ દ્વારા નફાખોરી કરવાના આદેશથી આમ કરાયું હોવાનો આરોપ
- વાલીઓ પર ખોટા ખર્ચનું ભારણ આવી પડ્યું
VADODARA : વડોદરા (VADODARA) સહિત રાજ્યભરમાં નવું શૈક્ષણિક (NEW ACADEMIC YEAR) સત્ર શરૂ થવાને હવે જુજ દિવસો બાકી છે. ત્યારે 60 જેટલી ખાનગી શાળા દ્વારા સ્ટેશનરી, ડ્રેસ, શૂઝ જેવી વસ્તુઓ પોતાની શાળામાંથી અથવા તો ચોક્કસ દુકાનેથી જ ખરીદવાનો આગ્રહ રાખ્યો હોવાનો આરોપ સામે આવ્યો છે. વડોદરા ટ્રેડર્સ કન્ઝ્યુમર કો. ઓ. સો. લિ.ના મંત્રી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખીને આ અંગેની જાણ કરવામાં આવી છે. જેમાં વેપારીને નુકશાન સાથે વાલીઓ પર પડતા વધુ ખર્ચનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હવે આ મામલે શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું.
ઓપન લિસ્ટ આપવામાં આવતા નથી
સમગ્ર મામલે વડોદરા ટ્રેડર્સ કન્ઝ્યુમર કો. ઓ. સો. લિ.ના મંત્રી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં જણાવ્યા અનુસાર, ખાનગી શાળાઓ ડાયરેક્ટ વેચાણથી કમિશન કમાઇ લેવાના હેતુથી ખાનગી પ્રકાશકોના પુસ્તકોમાં વધુ કમિશન મળે તેવા પુસ્તકો દાખલ કરીને વાલીઓને લેવા માટે ફરજ પાડે છે. શાળાના વાલીઓને ઓપન લિસ્ટ આપવામાં આવતા નથી. રાજ્ય સરકાર દ્વારા પાઠ્યપુસ્તકો ધો. 1 થી 12 માં ફરજિયાત ચલાવવા પડે જેનો અનલ મોટા ભાગની શાળાઓ દ્વારા કરવામાં આવતો નથી.
આર્થિક નુકશાન થઇ રહ્યું છે
વધુમાં તેમણે આરોપ મુકતા લખ્યું કે, વડોદરા શહેર જિલ્લાના અંદાજિત 1500 વેપારીઓ સ્ટેશનરી, પુસ્તક અને ડ્રેસ મટિરિટલની ખરીદી મામલે માર પડી રહ્યો છે. જેથી તેમને આર્થિક નુકશાન થઇ રહ્યું છે. અને વાલીઓએ વધુ પડતો ખર્ચ કરવો પડી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શાળા સંચાલકો દ્વારા નફાખોરી કરવાના ચક્કરમાં આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે. હવે આ મામલે શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે, તે જોવું રહ્યું.
આ પણ વાંચો --- VADODARA : મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ખાનગી છોડીને સરકારી શાળામાં પ્રવેશ માટે સંમત