Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વડોદરાવાસીઓએ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ રૂ. 4 કરોડ નો દંડ ભર્યો

VADODARA : પાલિકા, આરટીઓ, હાઇવે ઓથોરીટી સાથે મળીને ફેટલ અકસ્માત ઘટાડવાની કામગીરીમાં વર્ષ 2023 ની સરખામણીમાં વર્ષ 2024 માં 10 ટકાનો ઘટાડો થયો છે
vadodara   વડોદરાવાસીઓએ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ રૂ  4 કરોડ નો દંડ ભર્યો
Advertisement

VADODARA : વડોદરામાં ટ્રાફિક પોલીસ (VADODARA TRAFFIC POLICE) દ્વારા વર્ષભર નિયમોનું પાલન કરાવવાની સાથે દંડાત્મક કાર્યવાતી થતા અકસ્માતમાં ઘટાડો કરતા પગલાં ભરવામાં આવે છે. વિતેલા વર્ષ 2024 માં ટ્રાફિકના નિમયનો ભંગ કરવા બદલ સ્થળ પર વસુલાતા દંડમાં વડોદરાવાસીઓએ રૂ. 4 કરોડથી વધુનો દંડ ભરપાઇ કર્યો હોવાનું ટ્રાફિક ડીસીપીનું જણાવવું છે. તેમણે તેમ પણ ઉમેર્યું કે, વડોદરા ટ્રાફિક પોલીસ (VADODARA TRAFFIC POLICE) , હાઇવે ઓથોરીટી (HIGHWAY AUTHORITY) અને પાલિકા (VMC - VADODARA) સાથે મળીને અકસ્માત ઘટાડવા માટે આગામી સમયમાં વધુ અસરકારક પગલાં લેવા જઇ રહી છે.

Advertisement

વર્ષ 2024 માં એન્ફોર્સમેન્ટની કામગીરી 640 ટકા વધુ કરી

વિતેલા વર્ષ 2024 ની કામગીરી અંગે માહિતી આપતા વડોદરા શહેરના ટ્રાફિક DCP જ્યોતિબેન પટેલએ મીડિયાને જણાવ્યું કે, શહેરની પ્રજા રોડ પર સુરક્ષિત રીતે ફરી શકે, તથા વાહન અકસ્માતની ઘટનાઓ પર કાબુ મેળવી શકાય, તે માટે ટ્રાફિક પોલીસે વર્ષ 2023 ની સરખામણીએ વર્ષ 2024 માં એન્ફોર્સમેન્ટની કામગીરી 640 ટકા વધુ કરી છે. પાલિકા, આરટીઓ, હાઇવે ઓથોરીટી સાથે મળીને ફેટલ અકસ્માત ઘટાડવાની કામગીરીમાં વર્ષ 2023 ની સરખામણીમાં વર્ષ 2024 માં 10 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2024 માં રૂ. 4 કરોડનો દંડ સ્થળ પર વસુલવામાં આવ્યો છે. સાથે જ દોઢ લાખ ઇ ચલણ સીસીટીવીની મદદથી જનરેટ કર્યા છે.

Advertisement

અકસ્માત ઘટાડવા પાંચ ઇ પર ફોકસ

વધુમાં તેમણે જણાવ્યું કે, વર્ષ 2024 માં 8 હજારથી વધુ વાહનો વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા છે. ટ્રાફિકની સમસ્યા શહેરમાં રહે છે, તેના નિવારણ અર્થે હાઇવે ઓથોરીટી અને શહેરમાં પાલિકાને સાથે રાખીને સ્થળ મુલાકાત કરવામાં આવે છે. અને રોડ એન્જિનીયરીંગના નાના પ્રશ્નો ઉકેલવામાં આવતા હોય છે. પાલિકા અને હાઇવે ઓથોરીટી દ્વારા એક્સીડન્ટ ઝોનમાં બદલાવ કર્યા છે. જે જગ્યાએ અકસ્માત થયા ત્યાંનું એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે. આવા સ્પોટની વિઝીટ લઇને પાંચ ઇ એજ્યુકેશન, એન્જિનીયરીંગ, એન્ફોર્સમેન્ટ, એન્વાયરમેન્ટ, અને ઇમર્જન્સી હેઠળ તેનો ઉકેલ આવે તે દિશામાં કામ કરીશું.

આ પણ વાંચો -- VADODARA : 10 દિવસ સુધી પરિવાર શોધતું રહ્યું, અને વૃદ્ધાનો મૃતદેહ ઘરમાંથી જ મળ્યો

Tags :
Advertisement

.

×