VADODARA : ટુ વ્હીલર ચાલકોને પતંગના દોરાથી બચાવવા માટે ટ્રાફિક પોલીસ આગળ આવી
VADODARA : ઉત્તરાયણ (UTTARAYAN - 2025) પર્વને હજી 12 દિવસ જેટલો સમય બાકી છે. દરમિયાન અત્યાર સુધી ચાર જેટલા કિસ્સાઓમાં અકસ્માત તથા મોતનું કારણ પતંગનો દોરો બન્યો છે. ત્યારે આ ઘટનાઓથી ટુ વ્હીલર ચાલકોને બચાવવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ (VADODARA TRAFFIC POLICE) આગળ આવી છે. વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા આજથી રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસ (NATIONAL ROAD SAFETY MONTH - CELEBRATION - VADODARA) ની ઉજવણી અંતર્ગત ટુ વ્હીલર ચાલકોને સેફ્ટી ગાર્ડસ નાંખી આપવાનું કાર્ય શરૂ કર્યું છે. ટ્રાફિક ડીસીપીના મતે આવનાર સમયમાં અલગ અલગ સ્થળોએ વિવિધ કાર્યક્રમો થકી લોકજાગૃતિ ફેલાવવામાં આવશે.
લોકજાગૃતિ લાવવાનો ટ્રાફિક પોલીસનો આ એક પ્રયાસ છે
વડોદરામાં પતંગના દોરાના કારણે ગંભીર ઇજાઓ તથા મોતના કિસ્સાઓ સપાટી પર આવી ચુક્યા છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે વડોદરા શહેરનું ટ્રાફિક પોલીસ વિભાદ સામે આવ્યું છે. અને ટુ વ્હીલર ચાલકોને નિશુલ્સ સેફ્ટી ગાર્ડસ નાંખી આપવાનું કાર્ય શરૂ કર્યું છે. ટ્રાફિક અંગે લોકજાગૃતિ લાવવાનો ટ્રાફિક પોલીસનો આ એક પ્રયાસ છે. જેની સરાહના કરવામાં આવી રહી છે.
તેમની સલામતી માટે અમે આ પગલું ભરી રહ્યા છે
વડોદરા ટ્રાફિક પોલીસના ડીસીપી જ્યોતિબેન પટેલએ જણાવ્યું કે, ગઇ કાલથી રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા માસની ઉજવણી શરૂ કરવામાં આવી છે. જેમાં એન્ફોર્સમેન્ટ, સાથે લોકજાગૃતિના કાર્યક્રમો કરવા જઇ રહ્યા છે. આજે ટુ વ્હીલર વાહન ચાલકોની સેફ્ટી માટે સળિયા લગાડવામાં આવી રહ્યા છે. જે તેમને પતંગના દોરાથી સલામતી આપશે. તેમની સલામતી માટે અમે આ પગલું ભરી રહ્યા છે. મહિનોભર ચાલનારા કાર્યક્રમમાં અલગ અલગ સ્થળોએ અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવશે.
આપણી પણ નાગરિક તરીકે ફરજ છે
જ્યારે લોકોનું માનવું છે કે, આપણે પણ ટ્રાફિક પોલીસના પ્રયાસોને સરાહના કરવી જોઇએ. આપણે તેમને સહકાર આપવો જોઇએ. જે લોકોએ સેફ્ટી ગાર્ડ નથી લગાડ્યા, આપણી પણ નાગરિક તરીકે ફરજ છે. આપણે પણ સુરક્ષાના કારણોસર સેફ્ટી ગાર્ડ લગાવી દેવા જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : વડોદરાવાસીઓએ ટ્રાફિકના નિયમોના ભંગ બદલ રૂ. 4 કરોડ નો દંડ ભર્યો