ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : થાર ચાલકને કાયદાનો પાઠ ભણાવવા યુનિ.ના ગેટ પર પોલીસ ગોઠવાઇ

VADODARA : તેને રોકવા માટે પોલીસે યુનિ.ના બીજા ગેટ પર વોચ રાખી હતી. અને જેવી કાર બહાર નીકળી ત્યાં તેને રોકીને તેના પરની બ્લેક ફિલ્મ દુર કરાઇ
11:30 AM Apr 10, 2025 IST | PARTH PANDYA
VADODARA : તેને રોકવા માટે પોલીસે યુનિ.ના બીજા ગેટ પર વોચ રાખી હતી. અને જેવી કાર બહાર નીકળી ત્યાં તેને રોકીને તેના પરની બ્લેક ફિલ્મ દુર કરાઇ

VADODARA : વડોદરામાં ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ દ્વારા સઘન પ્રયત્નો કરવામાં આવે છે. એક પણ ચાલક તેમાંથી બાકાત ના રહી જાય તે પ્રકારે વડોદરા ટ્રાફિક પોલીસ કામગીરી કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. તાજેતરમાં મહારાજા સયાજીરાવ યુનિ.માં પૂર ઝડપે એક થાર કાર ઘૂસી હતી. જેના પર બ્લેક ફિલ્મ લાગેલી હતી. તેને રોકવા માટે પોલીસે યુનિ.ના બીજા ગેટ પર વોચ રાખી હતી. અને જેવી કાર બહાર નીકળી ત્યાં તેને રોકીને તેના પરની બ્લેક ફિલ્મ દુર કરવામાં આવી હતી. સાથે જ કાર ચાલકને ઇ-મેમો ફટકારવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

તાજેતરમાં યુનિ.માં એક થાર કાર લઇને યુવક પ્રવેશ્યો હતો

વડોદરામાં એક પછી એક વાહન અકસ્માતની ઘટનાઓ આવી રહી છે. જે પૈકી કેટલાકમાં તો લોકોના જીવ પણ જઇ રહ્યા છે. ત્યારે શહેરવાસીઓમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ કમર કસી રહી છે. ત્યારે તાજેતરમાં યુનિ.માં એક થાર કાર લઇને યુવક પ્રવેશ્યો હતો. તેના પર ટ્રાફિક એસીપીની નજર પડતા જ યુનિ.ના અન્ય ગેટ પર દબોચી લેવામાં આવ્યો હતો. યુવક ઝડપમાં હોવાની સાથે તેની કાર પર બ્લેક ફિલ્મ લાગી હતી. જેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

તેને એક્ઝિટ ગેટ પરથી પકડી પાડી

ટ્રાફિક એસીપી દત્તાત્રેય વ્યાસે મીડિયાને જણાવ્યું કે, અમે ઓફીસ બહાર ઉભા હતા. તે સમયે થાર કાર મહારાજા સયાજીરાવ યુનિ.ના ગેટમાં પુરઝડપે ઘૂસી હતી. તેના પર બ્લેક ફિલ્મ લાગી હતી. તે સમયે તે હાથમાં આવે તેમ ન્હતી. બાદમાં અમે તેને એક્ઝિટ ગેટ પરથી પકડી પાડી હતી. તેની કારની ફિલ્મ ઉતારીને તેને ઇ-મેમો આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. દેખાદેખી અથવા રોફ મારવા માટે આવું કરવામાં આવે છે. જો કારનો કાચ પારદર્શી હોય તો તેમાં કોઇ અણબનાવ બનવાની શક્યતા નહીવત છે.

આ પણ વાંચો --- VADODARA : RTO નું સર્વર ખોટકાતાં અરજદારો પરસેવે નાહ્યા, સમયનો વેડફાટ

Tags :
ActionagainstcarGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewspoliceriderstoppedThartookTrafficVadodara
Next Article