Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ટ્રાફિક પોલીસ સ્થળ પર જ દંડની વસુલાત કરશે, POS મશીનથી સજ્જ

VADODARA : હવે ટ્રાફિકના નિયમો તોડનારની ખેર નથી. વડોદરા ટ્રાફિક પોલીસ નિયમો તોડનારને સ્થળ પર જ મશીન જનરેટેડ મેમો પકડાવશે.
vadodara   ટ્રાફિક પોલીસ સ્થળ પર જ દંડની વસુલાત કરશે  pos મશીનથી સજ્જ
Advertisement

VADDARA : વડોદરા શહેરમાં ટ્રાફિક (VADODARA CITY TRAFFIC) ના નિયમોનુ ભંગ કરનાર વાહન ચાલકોને હવે સ્થળ પર જ દંડ આપીને તેને ભરપાઇ કરવાની સુવિધા આપવામાં આવશે. આ માટે પોલીસ જવાનોને 75 પીઓએસ મશીન આપવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણી પૂર્વે આ પ્રોજેક્ટનું અમલીકરણ ઘોંચમાં મુકાયું હતું. પરંતુ હવે આ પ્રોજેક્ટને શરૂ કરવામાં આવ્યો છે. જેના શરૂઆત પ્રસંગે ખુદ શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે (VADODARA CITY POLICE COMMISSIONER - NARASIMHA KOMAR, IPS) હાજરી આપી હતી.

ડિજીટલ પેમેન્ટની વ્યવસ્થા પણ આપવામાં આવી

વડોદરામાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થવું કોઇ નવી વાત નથી. પોલીસ પોતાના બનતા પ્રયત્નો કરે છે, પરંતુ ક્યાંક લોકોમાં અનુશાસનનો અભાવ હોવાના કારણે આ સિલસિલો ચાલતો આવ્યો છે. પરંતુ હવે ટ્રાફિકના નિયમો તોડનારની ખેર નથી. વડોદરા ટ્રાફિક પોલીસ નિયમો તોડનારને સ્થળ પર જ મશીન જનરેટેડ મેમો પકડાવશે. અને તેની તુરંત ભરપાઇ માટે પીઓએસ મશીન થકી ડિજીટલ પેમેન્ટની વ્યવસ્થા પણ આપવામાં આવી છે. જેને પગલે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ હવે બચી નહી શકે.

Advertisement

180 જવાનો પાસે વાયોલેશન ઓન કેમેરા નામની એપ ડાઉનલોડ કરાવવામાં આવી

વડોદરા ટ્રાફીક પોલીસના સુત્રોએ જણાવ્યું કે, તેમને આપવામાં આવેલા મશીનમાં પીયુસી, વિમો, ફોન નંબર તથા પાછળના કેટલા મેમો ભરવાના બાકી છે, તે સહિતનો વિગતો જાણવા મળશે. શિસ્તભંગ બદલ મેમો ભરપાઇ કરવાની સાથે પોલીસ પાછલા મેમોનો બેકલોગ પુરો કરવા માટે અગાઉ આપેલા દંડની રકમ માટે પણ સુવિધા આપશે. વાહન ચાલકની માહિતી માટે વડોદરા પોલીસના 180 જવાનો પાસે વાયોલેશન ઓન કેમેરા નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવવામાં આવી છે. જેને આધારે નવા ડિજીટલ મેમો જનરેટ થશે.

Advertisement

રૂ. 1.37 લાખનો દંડ વસુલવામાં આવ્યો

પોલીસ સુત્રોએ જણાવ્યું કે, ગતરોજ શરૂઆતના ત્રણ કલાકમાં પોલીસ દ્વારા 404 ડિજીટલ મેમો ઇશ્યુ કરવામાં આવ્યા હતા. જેની સામે રૂ. 1.37 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. વડોદરા ટ્રાફિક પોલીસની હાઇટેક કામગીરીના કારણે નિયમો તોડનારાઓએ હવે શિસ્તમાં આવવું પડશે, સાથે જ હવે ટ્રાફિક પોલીસ વધુ પારદર્શિતા સાથે કામ કરશએ તેવો વિશ્વાસ લોકોએ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : અકસ્માત સર્જનાર કાર ચાલકની નફ્ફટાઇ, કહ્યું, "મરી તો નથી ગયો ને..!"

Tags :
Advertisement

.

×