VADODARA : ટોલ ટેક્સની મર્યાદા વધારાવાના વિરોધમાં ટ્રાન્સપોર્ટર્સ
VADODARA : વડોદરા-હાલોલ (VADODARA - HALOK) અને અડાલજ-મહેસાણા (ADALAJ - MAHESANA) ટોલ ની સમયમર્યાદા (TOLL COLLECTION DURATION INCREASED) માં વધારો કરવામાં આવતા ટ્રાન્સપોર્ટર્સ દ્વારા બડતાલ પાડવામાં આવી છે. અને આ રોડનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે વડોદરા પાસેથી પસાર થતી ગોલ્ડન ચોકડી પાસે આ રૂટ પર જતી ટ્રકનો માહિતગાર કરીને હડતાલમાં જોડવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેને પગલે રોડ પર હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો. કંપનીઓ કરોડો રૂપિયા વસુલ્યા હોવા છતાં ખોટ ગઇ હોવાનું બતાવીને વર્ષ 2030 ને બદલે વધુ 10 વર્ષ માટે ટોલસ વસુલવા માટેની માંગ સરકાર સમક્ષ કરી છે.
વધુ 10 વર્ષ ટોલ વસુલવા માટે રાજ્ય સરકાર પાસે માંગણી કરી
વડોદરા-હાલોલ રોડ 31.7 કિમીનો છે, જ્યચારકે અડાલજ મહેસાણા રોડ 51.6 કિમીનો છે. બંને પાછળ રૂ. 514 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેની સામે કંપનીએ અત્યાર સુધીમાં રૂ. 2928 કરોડ વસુલ્યા છતાં કંપનીને ખોટ ગઇ હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. અને વર્ષ 2030 ની જગ્યાએ વર્ષ 2040 સુધી વધુ 10 વર્ષ ટોલ વસુલવા માટે રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે. જેનો ટ્રાન્સપોર્ટર્સ દ્વારા પુરજોશમાં વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. આજરોજ અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટર્સ એસો, બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસો, અને ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા શહેર પાસેથી પસાર થતી ગોલ્ડન ચોકડી પર એકત્ર થઇને વિરોધ નોંધાવ્યો છે.
ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી
આજે સવારે તમામ એસોસિયેશનના સભ્યોએ મળીને પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ સાથે જ ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી હતી. અને કાયદો-વ્યવસ્થાના ખોરવાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આજે ટ્રાન્સપોર્ટર્સ દ્વારા આપવામાં આવેલા વિરોધના એલાન બાદ સત્તાધીશો શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. જો આ નિર્ણય પર ફેરવિચાર કરવામાં નહીં આવે તો લોકોના ખીસ્સા પર બોજ પડશે તે નક્કી છે.
આ પણ વાંચો -- VADODARA : 8 તાલુકામાં ચૂંટણી જાહેર કરી વહીવટદારોના શાસનનો અંત લાવવા માગ