Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : વટવૃક્ષ ધરાશાયી થતા પરિવાર ઘરમાં પુરાઇ રહ્યો

VADODARA : વડોદરા (VADODARA) ના વેદ મંદિરની સામે આજે સવારે વટવૃક્ષ પડવાની ઘટના સામે આવી છે. આ વૃક્ષ પડતા જ પરિવારના ચાર સભ્યો ઘરમાં કેદ થયા હતા. આખરે આ અંગેની જાણ વિજ કંપનીની કચેરીએ કરવામાં આવતા તેઓ આવ્યા હતા. અને...
vadodara   વટવૃક્ષ ધરાશાયી થતા પરિવાર ઘરમાં પુરાઇ રહ્યો

VADODARA : વડોદરા (VADODARA) ના વેદ મંદિરની સામે આજે સવારે વટવૃક્ષ પડવાની ઘટના સામે આવી છે. આ વૃક્ષ પડતા જ પરિવારના ચાર સભ્યો ઘરમાં કેદ થયા હતા. આખરે આ અંગેની જાણ વિજ કંપનીની કચેરીએ કરવામાં આવતા તેઓ આવ્યા હતા. અને થાંભલાનું અડચણ દુર કર્યું હતું. મહિલાએ જણાવ્યું કે, વિજ થાંભલો ના હોત તો તેમનું બચવું મુશ્કેલ હતું. બાદમાં ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને રસ્તા પર પડેલું વટવૃશ્ર દુર કરવાની કામગીરી હાથ ધરી હતી.

Advertisement

ઘરમાં જ પુરાઇ રહેવા મજબુર બન્યા

વડોદરાના બહુચરાજી રોડ પર આવેલા વેદ મંદિર સામે આજે સવારે ધડાકાભેર વટવૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં વૃક્ષ પડ્યું હોવા છતાં થાંભલાનું અડચણ હોવાના કારણે પરિવાર બહાર નિકળી શક્યો ન્હતો. અને ભયના ઓથાર હેઠળ ઘરમાં જ પુરાઇ રહેવા મજબુર બન્યા હતા. બાદમાં વિજ કંપનીના કર્મચારીઓએ આવીને થાંભલાનું અડચણ દુર કરીને તેમને મુક્ત કરાવ્યા હતા. સ્થાનિક મહિલાના જણાવ્યા અનુસાર, આ વટવૃક્ષ ટ્રીમ કરવા માટે તેમણે 6 મહિના પહેલા જ વન વિભાગમાં રજુઆત કરી હતી. પરંતું કઇ થઇ શક્યું ન્હતું.

Advertisement

અમે નિકળીએ કેવી રીતે સાહેબ

ઝાડ પડવાની ઘટનામાં ભોગ બનનાર મહિલા સાચીબહેને જણાવ્યું કે, સવારે 6 વાગ્યે ઘટના ઘટી હતી. એકદમ અમારી લારી પર કંઇ પડવાનો અવાજ આવ્યો, અને અમે બધા જાગી ગયા હતા. જાગ્યા બાદ પણ અમે અંદર જ હતા, લાઇટનો વાયર પડ્યો હોવાથી અમે નિકળીએ કેવી રીતે સાહેબ. નિકળવાની જગ્યા જ ન્હતી. અમે અંદર જ ફસાઇ રહ્યા હતા. ત્યાર બાદ વિજ કંપનીને જાણ કરવામાં આવી હતી. તેઓ આવ્યા બાદ અમે ત્રણ જણા માંડ માંડ નિકળ્યા હતા. અમે બધા દબાઇ જાત તો ! અમે બચી ગયા, આ થાંભલો ના હોત તો અમે કોઇ બચત નહીં.

Advertisement

ટ્રીમીંગ કરી જાઓ

સ્થાનિક મહિલાએ જણાવ્યું કે, આજે સવારે વડ આપોઆપ જ પડી ગયું છે. અમે 6 મહિના પહેલા વન વિભાગમાં એપ્લીકેશન આપી હતી કે, આ વડ ખુબ જ વધી રહ્યું છે. તમે તેનું ટ્રીમીંગ કરી જાઓ. પરંતુ અમારી વાતને ધ્યાને લેવામાં આવી ન્હતી. પરમ દિવસે પણ અમે અરજી આપી હતી. છતાં તેઓ આવ્યા ન્હતા. અમે રીકવેસ્ટ કરી તો ગઇ કાલે સાંજે આવ્યા હતા. અને જોઇને જણાવ્યું કે, આજે સવારે તેઓ કામ કરી આપશે. પરંતુ તેઓ કંઇ કરે તે પહેલા જ વટવૃક્ષ ધરાશાયી થયું છે.

આ પણ વાંચો -- VADODARA : આજના સમયમાં અંગ્રેજોના જમાના જેવી સજા ટોક ઓફ ધી ટાઉન બની

Tags :
Advertisement

.