Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ડી-માર્ટના ગોડાઉનમાં જવા નીકળેલા ટ્રકમાંથી માલ-સામાન લઇને ચાલક ફરાર

VADODARA : અમદાવાદના ડી માર્ટના વેરહાઉસમાંથી રૂ. 30.22 લાખનો મરી-મસાલાનો સામાન લઇને પૂના વેરહાઉસમાં જવા માટે ટ્રક લઇને નિકળ્યા
vadodara   ડી માર્ટના ગોડાઉનમાં જવા નીકળેલા ટ્રકમાંથી માલ સામાન લઇને ચાલક ફરાર
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના ટ્રાન્સપોર્ટના વ્યવસાય કરનાર વેપારીના ટ્રકમાં સામાન ભરીને ચાલક પુના જવા નિકળ્યો હતો. દરમિયાન મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા બાદ ચાલકનો ફોન અચાનક બંધ થઇ ગયો હતો. જે બાદ શંકા જતા માલિકે ત્યાં જઇને તપાસ કરી હતી. જેમાં ટ્રક મળી આવ્યો હતો. પરંતુ તેમાં મુકેલો સામાન ગાયબ હતો. આખરે ઉપરોક્ત મામલે ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

રાત્રે ફોન આવ્યો કે, ટ્રકમાં પંચર પડ્યું છે

વરણામા પોલીસ મથકમાં દક્ષેશભાઇ પટેલએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમનો ટ્રાન્સપોર્ટનો ધંધો છે. તેમની જોડે કામ કરવા માટે ડ્રાઇવર મહેશભાઇ ગુપ્તા (રહે. છત્તીસગઢ) રાખવામાં આવ્યા છે. સપ્ટેમ્બર - 2024 માં મહેશભાઇ અમદાવાદના ડી માર્ટના વેરહાઉસમાંથી રૂ. 30.22 લાખનો મરી-મસાલાનો સામાન લઇને પૂના વેરહાઉસમાં જવા માટે ટ્રક લઇને નિકળ્યા હતા. ટ્રકના હપ્તા ના ભરાતા તેને ફાઇનાન્સ કંપનીના માણસોએ ગોડાઉનમાં મુકી હતી. બાદમાં આ ટ્રકમાં ભરેલો સામાન બીજી ટ્રકમાં મુકાવીને ચાલક નિકળ્યો હતો. બાદમાં રાત્રે ફોન આવ્યો કે, ટ્રકમાં પંચર પડ્યું છે. જેથી તે નવસારી પાસે ટુંકુ રોકાણ લઇ રહ્યો છે. બાદમાં તે ટ્રકનો માલ ખાલી કરવા માટે પુના જવા નિકળ્યો હતો. વાપી ટોલ નાકાથી ટ્રક પસાર થતા તેના પૈસા કપાયા હોવાનો મેસેજ તેમને મળ્યો હતો.

Advertisement

ત્યાં જઇને જોતા ટેમ્પો મળી આવ્યો હતો

બાદમાં ટ્રક અચ્છાદ ટોલ નાકા પાસેથી પસાર થતા પૈસા કપાયા હતા. તેવામાં ચાલકનો ફોન આવ્યો હતો કે, ટ્રક હિમાચલ પંજાબ ઢાબા, પેલહાર પાસે રાખું છું. તે વધુ દારૂ પી ગયો હોવાથી ટ્રક ચલાવી શકે તેમ નથી, તેવું તેણે ઉમેર્યું હતું. બાદમાં બીજા દિવસ સુધી ચાલકનો મોબાઇલ નંબર ચાલુ હતો. જેથી ફરિયાદી જાતે છેલ્લા લોકેશન પર તપાસ કરવા માટે નિકળ્યા હતા. ત્યાં જઇને જોતા ટેમ્પો મળી આવ્યો હતો. પરંતુ તેમાં રાખેલો માલ-સામાન ગાયબ હતો. ચાલકની તપાસ કરતા તે મળી આવ્યો ન્હતો. બાદમાં સમગ્ર મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાંથી માલ-સામાન ભર્યો હોય ત્યાં ફરિયાદ કરવાનું કહેતા આખરે તેમણે વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આખરે ચાલક મહેશભાઇ છતુલાલ ગુપ્તા (રહે. બારાવાર બસ્તી, જંજગીર, ઝારખંડ) સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : જોગીદાસ વિઠ્ઠલદાસની પોળમાં અટકચાળા બાદ ધાબા પોઇન્ટ પર તૈનાતી

Tags :
Advertisement

.

×