VADODARA : લૂંટના ઇરાદે ખાનગી કંપનીના મેનેજરને બાનમાં લઇ ધૂલાઇ
VADODARA : વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી જીઆઇડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં કામ કરતા મેનેજરની રાતના અંધારામાં રીક્ષા ચાલક અને તેના સાગરિત દ્વારા ધૂલાઇ કરવામાં આવી હતી. મેનેજરને લાકડી વડે ઢોરમાર મારવામાં આવતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. સમગ્ર મામલે માંજલપુર પોલીસ દ્વારા આરોપી બે આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ તેમની રીક્ષા જપ્ત કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાને લૂંટના ઇરાદે અંજામ આપવામાં આવ્યો હોવાનું હાલ તબક્કે સપાટી પર આવવા પામ્યું છે. (ATTEMPT TO LOOT - VADODARA)
પ્રદીપ મુન્શી બચવા માટે બુમો પાડતા રહ્યા
વડોદરામાં રાત્રીના અંધારામાં મેજેનરને લૂંટના ઇરાદે માર મારવામાં આવ્યો હોવાની ઘટના સપાટી પર આવવા પામી છે. મકરપુરા જીઆઇડીસીમાં આવેલી ખાનગી કંપનીના મેનેજર પ્રદિપ મુન્શી વિસ્તારમાં હતા. તે દરમિયાન રીક્ષામાં બે અજાણ્યા શખ્સો તેમની પાસે આવ્યા હતા. અને બાદમાં અડધો કલાક સુધી તેમને માર માર્યો હતો. માર મારતી વખતે દંડાવાળી પણ કરવામાં આવી હતી. આ ઘટનામાં પ્રદીપ મુન્શી બચવા માટે બુમો પાડતા રહ્યા, પરંતુ તેમની મદદે કોઇ આવ્યું ન્હતું. જે બાદ બંને ત્યાંથી નાસી છુટ્યા હતા.
હાલ ઇજાગ્રસ્ત સારવાર હેઠળ
ઝનુનથી માર મારવામાં આવતા પ્રદિપ મુન્શીને ઇજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના અંગે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે રફીક અને આરીફ નામના શખ્સની ધરપકડ કરી છે. સાથે જ રીક્ષા પણ જપ્ત કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
આ પણ વાંચો --- VADODARA : મહેમાનીની દાવત માણવા ગયેલા પરિવારનું 14 તોલા સોનું ગાયબ


