ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : શહેરની બે તરણ વીરાંગનાની સરાહના કરતા મુખ્યમંત્રી

VADODARA : રમતોથી ફક્ત શારીરિક તંદુરસ્તી જ નહીં પરંતુ માનસિક ક્ષમતા, આત્મવિશ્વાસ અને સતત અભ્યાસ જેવી ગુણવત્તાઓનો પણ વિકાસ થાય છે - CM
09:34 AM Apr 18, 2025 IST | PARTH PANDYA
VADODARA : રમતોથી ફક્ત શારીરિક તંદુરસ્તી જ નહીં પરંતુ માનસિક ક્ષમતા, આત્મવિશ્વાસ અને સતત અભ્યાસ જેવી ગુણવત્તાઓનો પણ વિકાસ થાય છે - CM

VADODARA : તાજેતરમાં તરણ સ્પર્ધામાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની મહેચ્છા સાથે સતત પ્રેક્ટિસ કરી રહેલી વડોદરાની રમતવિરાંગ (SWIMMER - VADODARA) ના ફોરમબેન બ્રહ્મભટ્ટને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે (CM OF GUJARAT - BHUPENDRA BHAI PATEL) એક પત્ર લખીને શુભેચ્છા પાડવી હતી (LETTER OF APPRECIATION) અને તરણ સ્પર્ધામાં તેમની સિદ્ધિને બિરદાવી હતી. તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શનને ગુજરાતની ઓળખ ગણાવી છે.

રમતગમત પ્રત્યેની વધતી લગન રાજયના ભવિષ્ય માટે આશાજનક

વડોદરા ખાતે રહેતા શ્રી ફોરમબેને ત્રણ રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લીધો છે અને જિલ્લા તથા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઇ વિજેતા થયા છે. આ બાબતની સરાહના કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે રમતગમત જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ છે. રમતોથી ફક્ત શારીરિક તંદુરસ્તી જ નહીં પરંતુ માનસિક ક્ષમતા, આત્મવિશ્વાસ અને સતત અભ્યાસ જેવી ગુણવત્તાઓનો પણ વિકાસ થાય છે. આજના યુવાનોમાં રમતગમત પ્રત્યેની વધતી લગન રાજયના ભવિષ્ય માટે આશાજનક છે.

સમાજ માટે પણ પ્રેરણાસ્પદ

રાજ્યના ખેલાડીઓએ તાજેતરમાં ૨૦૨૪ના પેટેનાઇફ ઇન્ડોર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને રાષ્ટ્રીય સ્તરે પોતાનું પરચમ લહેરાવ્યું છે. તેમને રાષ્ટ્રીય તથા રાજ્યસ્તર પર પ્રતિનિધિત્વ આપવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. મુખ્યમંત્રી પટેલે જણાવ્યું કે વડોદરા જેવા શહેરોના યુવાનો રમતગમતની કારકિર્દી પસંદ કરી રહ્યા છે, જે સમાજ માટે પણ પ્રેરણાસ્પદ છે. તેમણે ખેલાડીઓને વધુ પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી અને એમના ભવિષ્ય માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

ખેલ સંસ્કૃતિને વેગ મળ્યો

વડોદરા શહેરના તરવૈયા અવનીસિંઘને બિરવાદતા મુખ્યમંત્રીએ પત્ર દ્વારા જણાવ્યું કે રમતગમત માનસિક અને શારીરિક વિકાસ માટે અનિવાર્ય છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૧૦થી સતત ખેલમહાકુંભના આયોજનથી ખેલ સંસ્કૃતિને વેગ મળ્યો છે. ગુજરાતના ખેલાડીઓ હવે રાષ્ટ્રીય સ્તરે તો બરાબર, હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની ઓળખ બનાવી રહ્યા છે.

ગોલ્ડ મેડલ હાંસલ કર્યા

તેઓએ જણાવ્યું કે તાજેતરમાં નાની ઉંમરના તરવૈયાઓએ રાષ્ટ્રીય સ્તરે વિજય પ્રાપ્ત કર્યો છે. પ્રખ્યાત કોચ શ્રી રામ રઘુનંદન કલાલના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ સીબીઇ ઝોનલ ચેમ્પિયનશિપમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૩૦૦ મીટર, ૪૦૦ મીટર જેવા વિવિધ ઇવેન્ટ્સમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યા હતા. ખાસ કરીને ૧૦ ગોલ્ડ મેડલ સાથે બેસ્ટ સ્વિમર ટ્રોફી પણ જીતવામાં આવી હતી.

અભૂતપૂર્વ પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું

આ ઉપરાંત ડી.સી.બી. સ્કૂલ અને યુ.ડી.એસ.એ. સ્કૂલના ખેલાડીઓએ પણ રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ સ્થાન હાંસલ કર્યું છે. વિવિધ સ્પર્ધાઓમાં પણ ગુજરાતના ખેલાડીઓએ પોતાના અભૂતપૂર્વ પ્રદર્શનથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ ખેલાડીની શ્રેષ્ઠતા માટે તેમના પ્રશિક્ષક અને માતાપિતાનો પણ આભાર માન્યો છે અને એમના ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે.

આ પણ વાંચો --- VADODARA : રિસ્ટોરેશનની વાટ જોતો ઐતિહાસીક તાંબેકર વાડો

Tags :
appreciationBhupendrabhaiCMfemaleFROMGujaratGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsLatterofPatelreceivedswimmersTwoVadodara
Next Article