ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : UCC અને વક્ફ બીલના વિરોધ પ્રદર્શનના આયોજકો સામે કાર્યવાહીની માંગ

VADODARA : બંને કાયદાના વિરોધમાં તરોજ શહેરના તાંદલજા વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે માનવસાંકળ રચીને તેનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો
01:35 PM Apr 23, 2025 IST | PARTH PANDYA
VADODARA : બંને કાયદાના વિરોધમાં તરોજ શહેરના તાંદલજા વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે માનવસાંકળ રચીને તેનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો

VADODARA : ગતરોજ વડોદરા (VADODARA) શહેરમાં યુસીસી (UCC) અને વક્ફ બીલ (WAQF BILL) ને લઇને તાંદલજામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો જોડાયા હતા. આ પ્રદર્શન કોઇ પણ પ્રકારની પોલીસ પરવાનગી વગર યોજવામાં આવ્યું હોવાનો દાવો કરતા આજે વહીવટી વોર્ડ નં - 10 ના કોર્પોરેટર નિતીન દોંગા (BJP CORPORATOR NITIN DONGA) દ્વારા પોલીસ કમિશનરને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં માંગ કરવામાં આવી છે કે, આ વિરોધ પ્રદર્શનનું આયોજન કરનાર તેમજ લોકોને ગેરમાર્ગે દોરનાર આયોજકો વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવે. આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કોર્પોરેટર દ્વારા કરવામાં આવી છે.

મોટી સંખ્યમાં મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા

કેન્દ્ર સરકારના યુસીસી અને વક્ફ બીલ સામે અગાઉ શહેરમાં પોસ્ટર લાગ્યા હતા. અને ગતરોજ શહેરના તાંદલજા વિસ્તારમાં શાંતિપૂર્ણ રીતે માનવસાંકળ રચીને તેનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. જે બાદ આજે શહેરના વહીવટી વોર્ડ નં - 10 ના કોર્પોરેટર નિતીન દોંગાએ પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં જણાવાયું છે કે, 22, એપ્રિલના રોજ પરમિશન વગર હજારોની સંખ્યામાં વક્ફ બીલ અને યુસીસી કાયદાના વિરૂદ્ધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યમાં મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા. મંજુરી વગરના આયોજનના કારણે મહિલાઓ અને બાળકોનો જીવ જોખમમાં મુક્યો હતો. અને વિરોધ પ્રદર્શનમાં કોઇ પણ પ્રકારની તકેદારી રાખવામાં આવી ન્હતી. સાથે જ અન્યને જોખમ ઉભુ થાય તેમ હતી. વિરોધ પ્રદર્શનને લઇને એક પત્રિકા બહાર પાડવામાં આવી હતી. જેમાં પોલીસ પરમિશન મળી ગઇ હોવાનો ઉલ્લેખ હતો. જો કે, તે મળી ન્હતી.

તાત્કાલિક કાર્યવાહી કરવા માટે જણાવાયું

વધુમાં પત્રમાં જણાવ્યું કે, આ પત્રિકા બહાર પાડનાર, વિરોધ પ્રદર્શનનું આયોજન કરનાર અને લોકોને ગેરમાર્ગે દોરનાર સામે જે પી રોડ પોલીસ મતકમાં જાહેરનામા ભંગ તેમજ ખોટી પોલીસ પરમિશનની પત્રિકા બહાર પાડનારા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. આ ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે જણાવાયું છે. હવે આ મામલે આગળ શું થાય છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો --- VADODARA : સંત કબીર સ્કુલમાંથી LC લેવા વાલીઓનો રઝળપાટ

Tags :
askbillBJPcomplaintCorporatorfileGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsOPPOSEtoucc. waqfVadodara
Next Article