Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કેનાલમાં પગ લપસ્યા બાદથી સગીર લાપતા

VADODARA : ગતરોજ કોઇ સફળતા ના મળતા આજે સવારે રેસ્ક્યૂ કાર્ય શરૂ કરવામાં આવ્યું, જવાનોએ બોટમાં ઉતરીને બિલાડી જેવા સાધનોથી રેસ્ક્યૂ શરૂ કર્યું
vadodara   કેનાલમાં પગ લપસ્યા બાદથી સગીર લાપતા
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના વેમાલીમાં આવેલી કેનાલ (VEMALI - CANAL) માં પગ લપસ્યા બાદથી એક સગીર લાપતા બન્યો છે. જેને પગલે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ફાયર વિભાગની ટીમો દ્વારા વિવિધ જગ્ચાઓએ ઉતરીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. ગત સાંજથી શરૂ કરેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં હજી સુધી કોઇ સફળતા મળી નથી. કેનાલમાં પ્રવેશ અટકાવવા માટે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં નહીં આવતા આ પ્રકારની ઘટનાઓ સમયાંતરે આવતી રહેતી હોવાનું આસપાસના લોકોનું કહેવું છે.

ફાયર જવાનોનું બોટમાં ઉતરીને બિલાડી જેવા સાધનોની મદદથી રેસ્ક્યૂ

ગત સાંજે વડોદરામાં રહેતા પરિવારનો સગીર દિકરો તેના મિત્રો સાથે રમવા નીકળ્યો હતો. દરમિયાન સગીર વેમાલીમાંથી પસાર થતી કેનાલમાં હાથપગ ધોવા ગયો હતો. જ્યાં કેનાલમાં તેનો પગ લપસ્યા બાદ તે લાપતા બન્યો હતો આ વાતની જાણ તેના મિત્રએ તેના ઘરે જઇને કરતા પરિજનો દોડ્યા હતા. અને ઘટના સ્થળે પહોંચ્યા હતા. બાદમાં આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ટીમોએ મોડી સાંજે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જો કે, ગતરોજ રેસ્ક્યૂ ઓપરેશનમાં કોઇ સફળતા ના મળતા આજે સવારે રેસ્ક્યૂ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. ફાયર જવાનોએ બોટમાં ઉતરીને બિલાડી જેવા સાધનોની મદદથી રેસ્ક્યૂ કાર્ય શરૂ કર્યું હતું.

Advertisement

બોડી મળવા અંગે કોઇ પણ હરકત હશે, તો અમને તુરંત જાણ થશે

આ તકે કેનાલ પાસે હાજર લાપતા સગીરના પરિચિતે મીડિયાને જણાવ્યું કે, તે રમવા જવાનું કહીને તેના મિત્રો સાથે નિકળ્યો હતો. તે વેમાલીની કેનાલમાં પગ લપસ્યા બાદ ખાબક્યો હતો. તેના મિત્રએ આ વાતની ઘરે આવીને અમને જાણ કરી હતી. ત્યારથી અમે તુરંત આવીને દોડયા છીએ. ફાયર બ્રિગેડ શોધખોળ કરી રહ્યું છે. સાથે જ અમે પણ અમારા પરિચિતોને પાણીના પ્રવાહની દિશામાં જે કોઇ ગેટ આવે છે, ત્યાં ઉભા રાખ્યા છે. બોડી મળવા અંગે કોઇ પણ હરકત હશે, તો અમને તુરંત જાણ થશે. જેથી અમે સીધા જ ત્યાં પહોંચી જઇશું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : BJP ના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કેસમાં સ્પે. પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક

Tags :
Advertisement

.

×