Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ઉત્તરાયણમાં 10 દિવસ ચાલશે કરૂણા અભિયાન, 7 ટીમો કાર્યરત

VADODARA : શહેરમાં સાત સ્થળે તાત્કાલિક પશુ સારવાર માટે મોબાઈલ ટીમ કાર્યરત, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ-સારવાર કેન્દ્રો ઉભા કરાશે
vadodara   ઉત્તરાયણમાં 10 દિવસ ચાલશે કરૂણા અભિયાન  7 ટીમો કાર્યરત
Advertisement

VADODARA : આગામી દિવસોમાં તા.૧૪ મી અને ૧૫મી જાન્યુઆરી થી ઉતરાયણ પર્વ (UTTARAYAN - 2025) હર્ષોલ્લાસ થી ઉજવવામાં આવનાર છે. વડોદરા (VADODARA) માં જિલ્લા પશુપાલન નિયામક અને ૧૯૬૨ કરુણા હેલ્પલાઇન દ્વારા કરુણા અભિયાન અંતર્ગત અબોલા પક્ષીઓને બચાવવાના ઉદ્દેશ્ય સાથે આજ થી તા.૨૦/૦૧/૨૦૨૫ સુધી રેસ્ક્યુ સેન્ટર, પશુ મોબાઈલ ટીમ કાર્યરત કરવામાં આવી છે.

એનજીઓ સાથે બેઠક યોજી કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યા

ઉતરાયણ પર્વમાં ઘાયલ થયેલા પશુ પક્ષીઓને સારવાર આપવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૦/૦૧/૨૦૨૫ થી તા.૨૦/૦૧/૨૦૨૫ દરમિયાન કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. પતંગના ધારદાર દોરાથી પક્ષી ઘાયલ થાય તો તેને સરળતાથી સારવાર મળી શકે તે માટે એનજીઓ સાથે બેઠક યોજી કંટ્રોલરૂમ પણ શરૂ કરવામાં આવ્યા છે.

Advertisement

તહેવારમાં જિલ્લાના તમામ પશુ દવાખાના ચાલુ રાખવામાં આવશે

જિલ્લા પશુપાલન નિયામક ડૉ. ધવલ માંડવિયા, ૧૯૬૨ પ્રોજેક્ટ મેનેજર ડૉ.પંકજ મિશ્રા અને પ્રોજેક્ટ કો- ઓર્ડીનેટર સાગર પટેલનાં જણાવ્યા અનુસાર ઘાયલ થયેલા પશુ પક્ષીઓને તાત્કાલિક સારવાર મળે તે માટે ઉતરાયણના તહેવારમાં જિલ્લાના તમામ પશુ દવાખાના ચાલુ રાખવામાં આવશે.

Advertisement

સાત મોબાઈલ ટીમ કાર્યરત

ઉત્તરાયણ તહેવારને પગલે વડોદરા શહેરમાં સાત સ્થળ પર પશુ દવાખાનાની ટીમ ઉપરાંત ૧૯૬૨ પશુ દવાખાનાની મોબાઈલ ટીમ પણ રાખવામાં આવી છે. જે પંડયા બ્રિજ, ભુતડી ઝાંપા વેટરનરી દવાખાના પાસે, વાઘોડિયા રોડ, ગોત્રી, સમા અને મકરપુરા બસસ્ટેન્ડ પાસે પશુઓની સારવાર માટે સાત મોબાઈલ ટીમ કાર્યરત રહેશે.

ચાઈનીઝ દોરી અને પતંગના વેચાણને અટકાવવા પણ ચેકિંગ

આ સાથે આગામી દિવસોમાં સેવાભાવી સંસ્થાઓ સાથે પણ બેઠક કરીને ઘાયલ થતા પશુ પક્ષીઓને બચાવવા કંટ્રોલરૂમ અને સારવાર કેન્દ્રો ઊભા કરવા અને તાલુકા કક્ષાએ કંટ્રોલરૂમ શરૂ કરનાર છે. આ સાથે ચાઈનીઝ દોરી અને પતંગના વેચાણને અટકાવવા પણ ચેકિંગ કરાશે.

ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર જાણ કરી શકાશે

ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પક્ષીઓને કાર્યરત રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર આપવામાં આવશે. ઉતરાયણ પર્વ અંતર્ગત ઘાયલ પક્ષી કે બીમાર પશુ જોવા મળે તો ૧૯૬૨ નંબર તથા ૮૩૨૦૦૦૨૦૦૦ ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પર અને આગામી દિવસોમાં કંટ્રોલરૂમ પણ કાર્યરત કરાશે જેમાં સંપર્ક કરતા મેડિકલ અને એનજીઓની ટીમ સ્થળ પર આવી સારવાર કરશે તેવું આયોજન કરાયું છે.

આ પણ વાંચો -- VADODARA : પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ઘટ્યો અને આવક વધી, જંગલ મોડેલથી લાભ

Tags :
Advertisement

.

×