Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કોટેશ્વર મહાદેવ મંદિરે જવાના રસ્તે મગરની હાજરી, શ્રદ્ધાળુઓ અડગ

VADODARA : વડોદરા (VADODARA) પર નવનાથ મહાદેવના આશિર્વાદ છે. જ્યારે કોઇ વિપદા આવી પડે, ત્યારે નવનાથ શહેરને તેમાંથી બચાવે છે. નવનાથ પૈકી એક એવું કોટેશ્વર મહાદેવનું મંદિર વડસરમાં આવેલું છે. હાલ અહિંયા જતા રસ્તે વરસાદી પાણી ભરાયેલા છે. તેમાં મગરની...
vadodara   કોટેશ્વર મહાદેવ મંદિરે જવાના રસ્તે મગરની હાજરી  શ્રદ્ધાળુઓ અડગ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પર નવનાથ મહાદેવના આશિર્વાદ છે. જ્યારે કોઇ વિપદા આવી પડે, ત્યારે નવનાથ શહેરને તેમાંથી બચાવે છે. નવનાથ પૈકી એક એવું કોટેશ્વર મહાદેવનું મંદિર વડસરમાં આવેલું છે. હાલ અહિંયા જતા રસ્તે વરસાદી પાણી ભરાયેલા છે. તેમાં મગરની હાજરી પણ જોવા મળી છે. છતાં મહાદેવના ભક્તો અડગ રહી પાણીમાં ચાલતા જઇને કોટેશ્વર મહાદેવનું ભક્તિભાવ પૂર્વક પૂજન કરી રહ્યા છે. જો કે, અત્યાર સુધી આ જગ્યાએ મગર દ્વારા કોઇ હુમલો કરવાની ઘટના સામે આવી નથી. છતાં મામલો સપાટી પર આવતા મગરને ત્વરિત રેસ્ક્યૂ કરવામાં આવે તેની માંગ જરૂર ઉઠવા પામી છે.

આપદા આવી પડે, ત્યારે તેનાથી નવનાથ રક્ષણ કરે

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. વડોદરા નવનાથ મહાદેવથી સુરક્ષીત નગરી છે. શહેરના અલગ અલગ ખુણે મહાદેવના મંદિરો આવેલા છે. જ્યારે શહેર પર કોઇ આપદા આવી પડે, ત્યારે તેનાથી નવનાથ રક્ષણ કરે છે, તેવી પ્રબળ લોકમાન્યતા છે. ત્ચારે શ્રાવણ માસમાં નવનાથ મહાદેવના મંદિરે દર્શન-પૂજન-અર્ચન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. નવનાથ પૈકી એક કોટેશ્વર મહાદેવનું મંદિર વડસર વિસ્તારમાં આવેલું છે.

Advertisement

પાણીમાં મગરની હાજરી

હાલ કોટેશ્વર મહાદેવ જવાના રસ્તા પર પાણી ભરાયેલું છે. બાજુમાંથી ભયજનક કાંસ પસાર થઇ રહી છે. ત્યારે ભક્તો પાણીમાં થઇને મહાદેવના દર્શને પહોંચે છે. આ વચ્ચે અહિંયા મગરની હાજરી પણ જોવા મળી રહી છે. જો કે, મગરની હાજરી ભક્તોનો વિશ્વાસ ડગાવી શકે તેમ નથી. શ્રાવણ માસ હોવાથી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની અવર-જવર રહે છે.

Advertisement

મગરને રેસ્ક્યૂ કરવા માંગ

આ વિસ્તારમાં મગરની હાજરી હોવાનું સપાટી પર આવતા તેને સત્વરે રેક્સ્યૂ કરી લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. હાલ સુધી અહિંયા માનવ અને મગર વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી નથી. પરંતુ કંઇ અનિચ્છનીય બને તે પહેલા જ મગરને સલામત સ્થળે લઇ જવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

આ પણ વાંચો -- VADODARA : ગણેશજીની આગમન યાત્રા પર 16 ઓગસ્ટ સુધી રોક

Tags :
Advertisement

.

×