VADODARA : દૂઘ ખરીદવા જેવી બાબતે લોહી વહ્યું, બે સારવાર હેઠળ
VADODARA : વડોદરા (VADODARA) માં દૂધ લેવા ગયેલા યુવક દ્વારા હુમલાની ઘટના સામે આવી છે. અને આ ઘટનામાં ઇજાગ્રસ્તને વધારે લોહી નીકળતા બે ને સારવાર હેઠળ એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) માં લાવવામાં આવ્યા છે. દૂધ લેવા ગયેલા યુવકે, થેલી માંગી હતી. તે થેલી ના રૂ. 1 દુકાનદાર દ્વારા માંગવામાં આવ્યા બાદ મામલો બિચક્યો હતો. આ મામલે વારસીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
રૂ. 100 પરત માંગતા યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલાની ઘટના સામે આવી હતી
વડોદરામાં દિવસેને દિવસે નજીવી બાબતે ખૂની હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ગતરોજ અટલાદરા વિસ્તારમાં ઉછીના આપેલા રૂ. 100 પરત માંગતા યુવક પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલાની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ આજે દૂધ લેવા ગયેલા યુવકે થેલી માંગતા મામલો બીચક્યો હતો. અને આ મામલે હુમલો કરતા બે ની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
તે લોકોની પણ હાલત આવી થવી જોઇએ
ઇજાગ્રસ્તના પરિચીત મહિલાએ આરોપ મુકતા જણાવ્યું કે, જણાવ્યું કે, ઘટના સમયે હું ત્યાં હાજર ન્હતી. પણ આકાશ ભગવાનદાસ લાલવાણી મારો ભાઇ થાય છે. તેને વાગ્યું હતું. તેણે મને ફોન કર્યો, ત્યારે મેં તેને જોયું કે ઘણું વાગ્યું છે. ગુડ્ડુ ભાઇની તબિતય વધારે સિરિયસ છે. એક દુધની થેલી, ખાલી થેલી માટે માંગી, તો દુકાનદારે કહ્યું કે, રૂ. 1 થશે. ત્યાર બાદ તેણે માર માર્યો હતો. બાદમાં મારા ભાઇએ દુકાનદારના પુત્રને બોલાવ્યો હતો. તેણે આવીને પુછ્યું કે, મારા પપ્પાને કેમ માર્યું, આટલી વાતે જ તેણે મારામારી ચાલુ કરી દીધી હતી. વાત આટલી મોટી થઇ તે ખોટું થયું છે. તે લોકોની પણ હાલત આવી થવી જોઇએ. મારા ભાઇને માથામાં અને દુકાનદારને મણકામાં વાગ્યું છે. આકાશભાઇને માથામાં 20 ટાંકા આવ્યા છે. આરોપીઓનો વરઘોડો કાઢવો જોઇએ.
આ પણ વાંચો -- VADODARA : MSU ગર્લ્સ હોસ્ટેલ પાસે ચાલતી જતી યુવતિના ફોનની તફડંચી