VADODARA : વાસણા રોડ પર બ્રિજને લઇને મક્કમ તંત્રને મનાવવા લોકોનો વધુ એક પ્રયાસ
VADODARA : વડોદરા (VADODARA) ના વાસણા રોડમાં ડિ માર્ટ જંક્શન પર ઓવર બ્રિજ (PROPOSED VASNA OVER BRIDGE - VADODARA) ની જાહેરાત કરતા જ સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. ત્યાર બાદ તો વિસ્તારમાં પોસ્ટર વોર પણ ફાટી નીકળ્યું હતું. છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી. વડોદરા પાલિકા બ્રિજ બનાવવા માટે મક્કમ છે, તો બીજી તરફ સ્થાનિકો વધુ એક વખત ધારાસભ્યને સાથે રાખીને પાલિકાની કચેરીએ પહોંચ્યા છે. અને એન્જિનીયર સમક્ષ પોતાની તર્કસંગત વાત રજુ કરી છે.
સ્થાનિકોને વિરોધ છે કે, બ્રિજ ના થવો જોઇએ
આ તકે ધારાસભ્ય ચૈતન્ય દેસાઇએ મીડિયાને જણાવ્યું કે, એક મહિના પહેલા અમે વાસણા ઓવર બ્રિજને લઇને મ્યુનિસિપલ કમિશનરને મળવા આવ્યા હતા. સ્થાનિકોને જે પ્રશ્નો હતા તેના ઉકેલ માટે મળ્યા હતા. આજે પણ તે જ રીતે તેમણે જે કંઇ સ્ટડી કરીને રાખ્યું છે, તેમની જોડે એક એન્જિનીયર મહિલા પણ હાજર રહ્યા હતા. તેમણે કરેલો સ્ટડી, બ્રિજ બનવો જોઇએ કે નહીં, તેના અંગે મોટો પ્રશ્નાર્થ હતો. તે સંદર્ભે સીટી એન્જિનીયર અલ્પેશ મજમુંદાર સાથે વાત થઇ. સામસામે પોતાની વાત મુકી છે. ફરી નાનો સર્વેનો વિષય સામે આવ્યો છે. તે બાદ એન્જિનીયર મળશે, તેવી વાત થઇ છે. આપણે સમાધાન લાવવા માટે પ્રયાસો કરી રહ્યા છે. સ્થાનિકોને વિરોધ છે કે, બ્રિજ ના થવો જોઇએ. અને સરકારનું કહેવું છે કે, બ્રિજ બનવો જોઇએ. સરકાર પણ જાણી, સમજીને નિર્ણય પર આવ્યા હશે, એટલે બંને તરફે એક સમજુતી થાય. આપણે વીન વીન સિચ્યુએશન તરફ આગળ વધીએ. સીટી એન્જિનીયરે નાગરિકોની વાત સાંભળી છે.
તે આજની સ્થિતીએ નથી
આર્કિટેક્ટ જ્યોતિ ગીલએ જણાવ્યું કે, તેમનું કહેવું છે કે, આ રોડ 24 મીટરનો છે, તો હાલની સ્થિતીએ આ રોડ 24 મીટરનો નથી. 24 મીટરના રોડ પર બ્રિજ બનાવવો યોગ્ય નથી. કારણકે નીચે સર્વિસ અને પાર્કિંગની જગ્યા નહીં મળે. જે સંકડામણ વધારશે, સ્થાનિક લોકો માટે સમસ્યા હળવી થવાની જગ્યાએ તેમની મુશ્કેલીમાં વધારો થશે. સાથે જ અવર-જવર કરતા લોકો માટે પણ મુશ્કેલી સર્જાશે. અર્બન પ્લાનીંગની વાત કરીએ તો મોટા પ્રમાણમાં સારાઇ (લાર્જર ગુડ) જોવામાં આવે છે. તે હિસાબથી યોગ્ય ટ્રાફિક અવજ-જવર અનુસાર જ બ્રિજ બનાવાય છે, જે અહિંયા નથી. ભવિષ્યમાં પણ શક્યતાઓ ઓછી છે. જે જરૂરિયાતને આગળ ધરીને તેઓ આ બ્રિજ બનાવી રહ્યા છે. તે આજની સ્થિતીએ નથી. લોકો પાસે જવા માટે વૈકલ્પિક રસ્તાઓ હોવાના કારણે અહિંયા ટ્રાફિકની સમસ્યા નહીં સર્જાય.
આ પણ વાંચો -- VADODARA : જિલ્લા પંચાયત ભવનના રીનોવેશનની મુદત પૂર્ણ છતાં કામ બાકી