VADODARA : થીએટરમાં કુશન પર મુકેલા પોપકોર્ન ટબમાં મોઢું મારવા ઉંદર પહોંચ્યો
VADODARA : વડોદરા (VADODARA) માં થીએટરમાં સિનેમાનો આનંદ લઇ રહેલા શખ્સના કેમેરામાં એક વીડિયો કેદ થયો છે. જેમાં થીએટરની કુશન પર મુકેલા પોપકોર્ન ટબ અને કોલ્ડડ્રીંકની ટ્રેમાં મોઢું મારવા ઉંદર દોડીને આવ્યો હતો. જો કે, આ ટ્રેમાં મુકેલા ડબલા ખાલી હોવાના કારણે તે અંદર બહાર જતો જોવા મળ્યો હતો. પરંતુ તેના ખાવાલાયક કંઇ હાથ લાગ્યું ન્હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ (SOCIAL MEDIA VIRAL VIDEO - VADODARA) થઇ રહ્યો છે. જેના કારણે મલ્ટીપ્લેક્ષમમાં અંધારામાં ખાતી વખતે ધ્યાન ના રાખો તો ઉંદરનું કરડી ખાધેલો ખોરાક પણ જાણબહાર તમારા પેટમાં જઇ શકે છે. આ ઘટનાનો વીડિયો વડોદરાના નટુભાઇ સર્કલ વિસ્તારમાં આવેલા મલ્ટીપ્લેક્ષનો હોવાનું પ્રાથમિક અનુમાન છે.
થીએટરમાં જમવાનો આનંદ માણવાના શોખીનો માટે આંખો ઉઘાડે તેવો
કોરોના કાળ બાદ હવે થીએટરમાં ધીરે ધીરે ભીડ થઇ રહી છે. ત્યારે મુવીનો આનંદ વધારવા માટે દર્શકો પોપકોર્ન ટબ અને કોલ્ડડ્રીંક સાથે રાખતા હોય છે. અને જેમ જેમ મુવી આગળ જતું જાય તેમ તેમ પોપકોર્ન ટબ અને કોલ્ડડ્રીંકનું તળિયું નજીક આવતું જાય છે. આ સમયે થીએયરમાં માત્ર સ્ક્રિન પુરતુ જ અજવાળું હોય છે. ત્યારે આજે વડોદરામાં એક વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે. તે થીએટરમાં જમવાનો આનંદ માણવાના શોખીનો માટે આંખો ઉઘાડે તેવો છે.
તે ટ્રેની બધી જ બાજુ ફરી વળે છે
વાયરલ વીડિયાોમાં દર્શન દ્વારા કુશન પર મુકવામાં આવેલી ટ્રેમાં ખાલી પોપકોર્ન ટબ અને કોલ્ડડ્રીંક ગ્લાસ મુકવામાં આવ્યો છે. દરમિયાન અંધારામાં ઝડપથી એક ઉંદરનું બચ્ચું તેમાં આવીને મોઢું મારવાનો પ્રયત્ન કરે છે. પરંતુ ટબ ખાલી હોવાના કારણે તેને કંઇ મળતું નથી. તે ટ્રેની બધી જ બાજુ ફરી વળે છે. પરંતુ તેને કંઇ મળતું નથી. બાદમાં ઉંદર અંધારામાં ગાયબ થઇ જાય છે.
જમતી વખતે ફિલ્મ સ્ક્રીન સાથે તેમના ભોજન પર પણ નજર રાખે
થીએટરમાં ઉંદરનું આવવું નવી વાત છે. અંધારામાં દર્શકના જમવામાં ઉંદર ક્યારે મોઢું મારી જાય તેનો જલ્દી અંદાજો આવે નહીં. અને તેવું ભોજન આરોગવું બિનઆરોગ્યપ્રદ નિવડી શકે છે. જેથી દર્શકો જમવાનું ખુલ્લુ ના રાખે, અને જમતી વખતે ફિલ્મ સ્ક્રીન સાથે તેમના ભોજન પર પણ નજર રાખે, આ વાત વીડિયો સામે આવ્યા પછી જરૂરી બની છે. આ વીડિયો વડોદરાના નટુભાઇ સર્કલ પાસેના મલ્ટીપ્લેક્ષનો હોવાનો પ્રાથમિક અંદાજો લગાડવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો -- VADODARA : પાલિકાના સ્નેહમિલન કાર્યક્રમમાં લગ્નપ્રસંગ જેવો ખર્ચ, લોકો નારાજ