ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : કારની અડધી ડિકી ખુલ્લી રાખી જતી જોખમી સવારીનો વીડિયો વાયરલ

VADODARA : વડોદરા (VADODARA) માં અવાર-નવાર ઓવરલોડ માલસામાન તથા લોકોને લઇ જતા વાહનો દ્વારા સડક સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. આ વાહનોમાં જોખમી સવારે ક્યારેક જીવલેણ નિવડી શકે છે. ત્યારે લોકો હજી પણ બિંદાસ્ત...
04:46 PM Sep 23, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) માં અવાર-નવાર ઓવરલોડ માલસામાન તથા લોકોને લઇ જતા વાહનો દ્વારા સડક સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. આ વાહનોમાં જોખમી સવારે ક્યારેક જીવલેણ નિવડી શકે છે. ત્યારે લોકો હજી પણ બિંદાસ્ત...

VADODARA : વડોદરા (VADODARA) માં અવાર-નવાર ઓવરલોડ માલસામાન તથા લોકોને લઇ જતા વાહનો દ્વારા સડક સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. આ વાહનોમાં જોખમી સવારે ક્યારેક જીવલેણ નિવડી શકે છે. ત્યારે લોકો હજી પણ બિંદાસ્ત જોખમી સવારી કરી રહ્યા હોય તેવો એક વીડિયો વડોદરામાં સોશિયલ મીડિયા (VADODARA SOCIAL MEDIA VIRAL VIDEO) સર્કલમાં ભારે વાયરલ થવા પામ્યો છે. શહેરના એરપોર્ટ રોડ પરના આ વીડિયોમાં વાનની ડિકી અડધી ખોલીને તેમાં અડધા ઉભા ઉભા લોકો મુસાફરી કરી રહ્યા છે. જો અચાનક બંપર અથવા તો ખાડો આવે તો તેમાંથી કોઇ પટકાઇ શકે તેમ કહેવું સહેજ પણ ખોટું નથી.

ખોડિયાર નગર થી એરપોર્ટ રોડ તરફ આવતા સમયનો વીડિયો

વડોદરામાં ટ્રાફીકના નિયમોનું ઉલ્લંઘન કરીને ફરતા વાહનો સામે પોલીસ કાર્યવાહી તો કરે છે. પરંતુ આ સિલસિલા અટકવાનું નામ નથી લઇ રહ્યા. ત્યારે વડોદરાના રસ્તા પર જતી જોખમી સવારીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા સર્કલમાં વાયરલ થવા પામ્યો છે. આ વીડિયો શહેરના ખોડિયાર નગર થી એરપોર્ટ રોડ તરફ આવતા સમયનો હોવાનો પ્રાથમિક અંદાજ છે.

...........તો મુસાફરનું સંતુલન ખોરવાઇ શકે છે

વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, કારની ડિકી અડધી બંધ કરીને તેમાં પાછળના ભાગે અધકચરી અવસ્થામાં અનેક લોકો જઇ રહ્યા છે. આ અત્યંત જોખમી કાર સવારી છે. જો રસ્તામાં મોટો ખાડો અથવા તો બમ્પર આવે તો અધકચરી અવસ્થામાં મુસાફરી કરતા મુસાફરનું સંતુલન ખોરવાઇ શકે છે, અને તેની પડવાની શક્યતા પણ છે. ત્યારે આ રીતે જોખમી સવારીનો વીડિયો વાયરલ થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. અકસ્માતની ઘટના ટાળવા માટે લોકોએ જાતે જ જાગૃત બનીને આચરણ કરવું પડશે, તેવું મોટા ભાગના ઇન્ટરને યુઝર્સનું માનવું છે.

આ પણ વાંચો -- VADODARA : અટલ બ્રિજ પરથી નીચે પટકાતા મહિલાનું મોત, કારણ અકબંધ

Tags :
ActionaskcarinofPeopleRideriskytaketoVadodaraVideoViral
Next Article