Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મોડી રાત્રે યુવાનોએ ટેબલ ઉછાળી તોફાન મચાવ્યું

VADODARA : ઇન્ટરનેટના યુગમાં જો કોઇ ઘટના સંતાડવાનો પ્રયાસ કરવામાં આવે તો તે વાયરલ વીડિયાના માધ્યમથી સપાટી પર આવી જતી હોય છે
vadodara   મોડી રાત્રે યુવાનોએ ટેબલ ઉછાળી તોફાન મચાવ્યું
Advertisement

VADODARA : વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં એક વીડિયો ભારે વાયરલ થઇ રહ્યો છે. જેમાં યુવાનો સામસામે બેસવા માટેના ટેબલ ઉછાળી રહ્યા છે. અને બુમો પાડી રહ્યા છે. આ વીડિયો સોમાતળાવ ચાર રસ્તા પાસે આવેલા પાન પાર્લર નજીકનો હોવાનો પ્રાથમિક અંદાજ છે. આ વીડિયો સામે આવતા રાત્રીના સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી સામે સવાલો ઉઠવા પામ્યા છે. આ વીડિયો સપાટી પર આવ્યા બાદ પોલીસ કેટલા સમયમાં તોફાની તત્વો સુધી પહોંચે છે, અને તેમના વિરૂદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું. (VIRAL VIDEO OF THROWING TABLES BY YOUNG BOYS - VADODARA)

રાત્રીના સમયે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા

આપણે ઇન્ટરનેટના યુગમાં જીવી રહ્યા છે. જે કોઇ ઘટના સંતાડવાનો પ્રયાસ કરવામાં આવે તો તે વાયરલ વીડિયાના માધ્યમથી સપાટી પર આવી જતી હોય છે. વડોદરામાં વિતેલા કેટલાય સમયથી રાત્રીના સમયે અકસ્માત તથા અન્ય ઘટનાઓ સામે આવતી રહે છે. જેને પગલે રાત્રીના સમયે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠતા રહે છે. આ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટનાનો વીડિયો વડોદરાના સોશિયલ મીડિયા સર્કલમાં વાયરલ થવા પામ્યો છે. જેમાં લબરમુછિયા જેવા દેખાતા યુવકો બેસવા માટેના ટેબલને સામસામે ફેંકી રહ્યા છે.

Advertisement

અન્ય વ્યક્તિએ દરમિયાનગીરી કરી

આ વાયરલ થયેલો વીડિયો વડોદરા શહેરના સોમા તળાવ ચાર રસ્તા પાસેના પાન પાર્લર સામેનો હોવાનો અંદાજ છે. વીડિયોના અંતમાં અન્ય વ્યક્તિ દરમિયાનગીરી કરીને બધાયને છુટ્ટા પાડતો જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે રાત્રીના સમયે કાયદો અને વ્યવસ્થા જાળવવા પર વિશેષ ભાર મુકવાની જરૂરત છતી થઇ છે. હવે આવું કરનારા તત્વો વિરૂદ્ધ પોલીસ ક્યારે અને કયા પ્રકારના પગલાં લે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : હરિ નગર બ્રિજ નીચે બનાવાયેલા પ્લે એરિયામાં ધૂળ જામી

Tags :
Advertisement

.

×