Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઇને પાલિકાની ખાસ સભા, જાણો કેવું છે આયોજન

VADODARA : ઉનાળામાં આજવા અને પ્રતાપપુરા સરોવર ફરતે કાંપનો નિકાલ, કોટંબી અને ભાણીયારા પાસે સ્ટોરેજ ગેટ સાથેના નવા બફર તળાવોનું નિર્માણ
vadodara   વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઇને પાલિકાની ખાસ સભા  જાણો કેવું છે આયોજન
Advertisement

VADODARA : આજરોજ વિશ્વામિત્રી પ્રોજેક્ટ (VADODARA - VISHWAMITRI RIVER PROJECT) માટે પાલિકામાં વિશેષ સત્ર (VMC SPECIAL MEETING - VADODARA) નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટુંકા ગાળાના તથા લાંબા ગાળાના આયોજને અંગે વિગતવાર ચર્ચા બાદ તેને મંજુરી આપવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. દરમિયાન ટુંકા ગાળાના એટલે કે ચોમાસુ - 2025 પહેલા પૂર્ણ કરવાના કામો તથા ત્રણ વર્ષ સુધીના સમયગાળામાં પૂર્ણ કરવાના કામોની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

ઉનાળામાં આજવા અને પ્રતાપપુરા સરોવરની ફરતે કાંપનો નિકાલ કરવો

ચોમાસુ 2025 પહેલા પૂર્ણ કરવાના કામોમાં નીચે મુજબનો સમાવેશ થાય છે. જ્યાં સરકારી જગ્યાએ શક્યતાઓ હોય ત્યાં વિશ્વામિત્રી નદીનું કેટલીક જગ્યાએથી સરળીકરણ કરવું. આ જગ્યાએ હાલ રહેતા મગરોનું સલામત રીતે કામચલાઉ ધોરણે સ્થળાંતર કરવામાં આવશે. જેનાથી વિશ્વામિત્રી નદીની પરિવહન ક્ષમતા 38,841 ક્યુસેક કરવાનું આયોજન છે. આજવા ડેમમાં વધારાના સ્પીલવે (વર્ટિકલ ગેટ્સ) નું નર્માણ કરવું. ઉનાળામાં આજવા અને પ્રતાપપુરા સરોવરની ફરતે કાંપનો નિકાલ કરવો. કોટંબી અને ભાણીયારા પાસે સ્ટોરેજ ગેટ સાથેના નવા બફર તળાવોનું નિર્માણ કરવું. ધનોરા, વડદલા અને હરિપુરા તળાવની ક્ષમતામાં વધારો કરવો. વિશ્વામિત્રી નદીનું ઢાઢર અને જાબુઆ નદીના સંગમ બિંદુને સીધો કરવો. વોટર રેઇન હાર્વેસ્ટીંગનું ડીપ રિચાર્જ કરવું.

Advertisement

અણખોલ અને ટીંબી કામસને હાઇવે તરફથી ઉંડી કરવા જણવાયું

આ સાથે જ વડોદરા શહેરની ભૂખી કાંસનો (2.5 કિમિ) નો માર્ગ બદલીને નવું (3 કિમિ) નું ડાયવર્ઝન આપવું, રૂપાલેલ કાંસ ઉંડી કરીને, તેમાં (5 કિમિ) નું નવી ચેનલનું ડાયવર્ઝન આપવું. મસિયા અને અન્ય નાની-મોટી કાંસોને ઉંડી કરવી. અણખોલ અને ટીંબી કામસને હાઇવે તરફથી ઉંડી કરવા જણવાયું છે.

Advertisement

ઓવર બ્રિજ પાસે જમીનનું ધોવાણ થઇ શકે છે

પૂરની આગાહી આપતી ફ્લ્ડ ફોરકાસ્ટીંગ સિસ્ટમ લગાડવામાં આવનાર છે. જેનાથી પૂરની આગાહી મળવાની સાથે સાથે જળાશયોમાં પાણીનું સ્તર જાળવા રાખવા માટેની પણ અંદાજીત માહિતી આપશે. ડેમમાં યોગ્ય જગ્યાએ પીઝોમીટર લગાવવામાં આવનાર છે. જે પાણીનું પ્રેશર મપાય ત્યાં, પાણી પસાર થાય ત્યાં જમીની ભાગમાં તથા ડેમના તળિયામાં લગાવાશે. વિશ્વામિત્રી નદી ઉંડી અને પહોળી કરવાના કારણે તેની વહનક્ષમતામાં વધારો થશે. જેથી ઓવર બ્રિજ પાસે જમીનનું ધોવાણ થઇ શકે છે. તેને ધ્યાને રાખીને બ્રિજ પાસેનો ચોક્કસ વિસ્તારોમાં ખોદકામ નહીં કરવાનું સુચન અપાયું છે. નેશનલ હાઇવે - 48 ને સમાંતર વખુ એક કાંસનું નિર્માણ કરવામાં આવશે.

આજવા સરોવરમાં પાણીની આવક-જાવર પર કંટ્રોલ રાખી શકાય

બે થી ત્રણ વર્ષમાં પૂર્ણ કરવામાં આવનાર કામોની યાદી નીચે જણઆવ્યા અનુસાર, છે. જે બ્રિજના સ્લેબ સુધી વિશ્વામિત્રી નદીનું પાણી સ્પર્શ કરે છે. ત્યાં ઉંડાણ કાર્ય કરવું. પાલિકા અલગ બ્રિજ બનાવવા અંગે પણ વિચારણા હાથ ધરી શકે છે. આજવા ડેમના માળખાની ક્ષમતાની સતત ચકાસણી કરતા રહેવું પડશે. આજવા સરોવરની શક્તિ ક્ષમતા જાણવા માટે જીઓફીઝીકલ સ્ટડી કરવાનું સુચન કરાયું છે. જેથી પ્રતાપપુરા સરોવરના ગેટ અંગેની માહિતી મળી રહે, જેથી આજવા સરોવરમાં પાણીની આવક-જાવર પર કંટ્રોલ રાખી શકાય. પ્રતાપપુરા ડેમનું પહેલાની સ્થિતી અનુસાર રિસ્ટોરેશન કરવું, અને તેની સ્થિતી પર સતત નજર રાખવી. વિશ્વામિત્રી નદીના કેચમેન્ટ વિસ્તાર તથા નદી કિનારા વિસ્તારમાં વનીકરણ પર જોર આપવું. ઢાઢર નદીની એસ્ચ્યુરી નજીક બેરેજનું બાંધકામ કરવું. વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવતા ટ્રીટેડ વોટરને અન્યત્રે ડાયવર્ટ કરવું. પ્રતાપપુરા સરોવરની સ્ટોરેજ કેપેસીટી વધારવા માટે વીયર પર ગેટ મુકવા. વિશ્વામિત્રી નદીના કેચમેન્ટ એરીયામાં ચેક ડેમ બનાવવા, પ્રતાપપુરા અને આજવા સરોવરમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તથા સિંચાઇ વિભાગ દ્વારા તેમના હદવિસ્તાર અનુસાર કામગીરી કરવી. ઉપરોક્ત કામોનો પ્રાથમિકતા - 1 (પ્રાયોરીટી - 1) માં મુકવામાં આવ્યા છે.

કેપેસીટીમાં વધારો કરવાની સાથે તળાવોને ઇન્ટરલિંક કરવાનું આયોજન

પ્રામથમિકતા - 2 માં આજવા સરોવરથી જાંબુઆ નદી સુધી ડાયવર્ઝન ચેનલ બનાવવી, જેના થકી 100 ક્યુમેક પૂર વાળી શકાય. તેની માટે 6.8 કિમિની ખુલ્લી કેનાલ સાથે જાંબુઆ નદીને ઉંડી કરવી જરૂરી છે. આજવા ડેમ 130 વર્ષ જુનો હોવાથી તેનું જરૂરી રીપેરીંગ કાર્ય કરતા રહેવું જોઇએ. હાલની ટાંકી અને તળાવોની કેપેસીટીમાં વધારો કરવાની સાથે તળાવોને ઇન્ટરલિંક કરવાનું આયોજન છે.

ચોમાસામાં પાલિકાના સત્તાધીશોએ ખાસ દેવ ડેમના સત્તાધીશો સાથે સંકલનમાં રહેવું

આ સાથે જ કેટલાક સામાન્ય સુચનો પણ કરવામાં આવ્યા છે. જે અનુસાર, IMD ની આગાહી અનુસાર, આજવા સરોવર, અને પ્રતાપપુરા સરોવર ખાલી રાખવાનું સુચન છે. ચોમાસામાં પાલિકાના સત્તાધીશોએ ખાસ દેવ ડેમના સત્તાધીશો સાથે સંકલનમાં રહેવું જરૂરી છે. આજવા સરોવરા 214 ફૂટ રાખવો જોઇએ. જો તેમાં કોઇ ખામી ના જણાય તો FRL લેવલ સુધી તેને પૂરની સ્થિતીમાં ભરેલો રાખી શકાય છે. પૂર સંભવિત વિસ્તારોમાં પ્લીન્થ લેવલ HFL ઉપર રાખવું જરૂરી છે. સાથે જ બેઝમેન્ટ ના બનાવવું જોઇએ. આ સાથે જ અલગ અલગ તજજ્ઞોને સમાવતી હાઇ પાવર કમિટિની રચના કરવા જણાવાયું છે. જે પાલિકા અને સરકારને જરૂરી સુચનો કરી શકે.

આ પણ વાંચો --- VADODARA : વઢવાણા તળાવ આવતા પ્રવાસી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો

Tags :
Advertisement

.

×