VADODARA : વિશ્વામિત્રીમાં રેમ્પ બનાવાતા જીવદયા પ્રેમી પહોંચ્યા, ઉચ્ચારી ચીમકી
VADODARA : વડોદરા (VADODARA) માં વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) માં માનવસર્જિત પૂર આવ્યા બાદ સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય કમિટિની રચના કરી હતી. આ કમિટિના સુચન અનુસાર નદીને ઉંડી અને પહોળી કરવાનું કાર્ય હાથ પર લેવામાં આવ્યું છે. જેમાં નદીના 50 જેટલા ઠેકાણે રેમ્પ બનાવવાનું કાર્ય જારી છે. ત્યારે વિશ્વામિત્રી નદીમાં મગર અને કાચબા જેવા વન્ય જીવો પણ રહેતા હોવાથી તેમની ચિંતા કરતા જીવદયાપ પ્રેમી દોડી આવ્યા છે. અને તેમણે જરૂર પડ્યે લડતની ચીમકી પણ ઉચ્ચારી હતી.
એક્સપર્ટને સાથે રાખીને કામગીરી કરવાની તાકીદ
વડોદરામાં માનવસર્જિત પૂર બાદ નદીને પહોળી અને ઉંડી કરવાનું કાર્ય હાથમાં લેવામાં આવ્યું છે. જે અંતર્ગત રેમ્પ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રેમ્પ મારફતે મશીનરી નદીના પટમાં ઉતરશે. અને કામ કરશે. દરમિયાન નદીમાં તથા કિનારા પર વસવાટ કરતા વન્ય જીવોની સુરક્ષાની ખાતરી કરવા માટે તાજેતરમાં જીવદયા પ્રેમી પાલિકાનું કામ ચાલે છે, તે જગ્યાએ પહોંચ્યા હતા. અને તેમણે ખાસ એક્સપર્ટને સાથે રાખીને કામગીરી કરવાની તાકીદ કરી હતી.
અમે તેમને કોર્ટમાં પણ લઇ જઈશું
રાજ ભાવસારે મીડિયાને જણાવ્યું કે, ગયા વર્ષે બે વખત શહેરમાં પૂર આવ્યું હતું. તે પ્રશાસનની ભૂલ હતી. અગાઉ પણ તેમણે કામગીરી કરી હતી. અમે કહેવા માંગીએ છીએ કે, તમે જે કંઇ કરો, તે વ્યવસ્થિત કરો. નક્કર કરજો, જેથી નાગરિકોએ દુર્દશા જોવી ના પડે. એક જીવદયા પ્રેમી તરીકે કામગીરી દરમિયાન કોઇ વન્યજીવ અથવા કોઇને નુકશાન થયું તો તેની જવાબદારી પ્રશાસનની રહેશે. અમને કોઇ પણ વન્યજીવ અંગે માઠા સમાચાર મળ્યા તો અમે પ્રશાસન સામે કેસ કરવા તૈયાર છીએ. અમે તેમને કોર્ટમાં પણ લઇ જઈશું. જે રીતે કામ કાજ થઇ રહ્યું છે, તેમાં મગરના ઘર પણ હોઇ શકે, હવે મગરની ઇંડા મુકવાની સીઝન આવશે. પ્રશાસનને ખાસ કહેવાનું કે, એક્સપર્ટને સાથે રાખીને કામ કરજો. આ નદીમાં મગર નહીં અને જીવોનો વસવાટ છે. આખી પ્રક્રૃતિ અહિંયા છે. કુદરતી રહેઠાણને નુકશાન કર્યા વગર તમે કામ કરો તેવી અમારી અપીલ છે.
આ પણ વાંચો -- VADODARA : BJP ના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કેસમાં સ્પે. પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક