Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રાત્રીબજાર પાસે વિશ્વામિત્રી નદી કિનારે ભીષણ આગ

VADODARA : ઝાડી-ઝાંખરામાં આગ લાગતા સમયે પવન વધારે હોવાના કારણે જોતજોતામાં આગ પ્રસરી હતી, અને તેનું સ્વરૂપ ઉગ્ર બનતું જતું હતું.
vadodara   રાત્રીબજાર પાસે વિશ્વામિત્રી નદી કિનારે ભીષણ આગ
Advertisement
  • વિશ્વામિત્રી નદીની ઝાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી
  • રાત્રી બજાર નજીક બનેલી ઘટનાને પગલે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી
  • ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી બાજી સંભાળી લીધી

VADODARA : વડોદરા (VADODARA) ના એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલા રાત્રી બજાર પાસે વિશ્વામિત્રી નદી (VISHWAMITRI RIVER) ની ઝાડી-ઝાંખરામાં ભીષણ આગ લાગી હતી. જેને પગલે ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના લાશ્કરો દોડી આવ્યા હતા. રાત્રીના સમયે પવનનું જોર વધારે હોવાના કારણે આગ જોતજોતામાં પ્રસરી ગઇ હતી. ફાયર બ્રિગેડના અડધો ડઝન વાહનોએ તાબડતોબ કામગીરી કરતા આગ પર કાબુ મેળવી શકાયો હતો.

પવન વધારે હોવાના કારણે જોતજોતામાં આગ પ્રસરી

હાલ વડોદરામાં પૂર નિવારણ માટેના પગલાં ભરતા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. તાજેતરમાં મુખ્યમંત્રી વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરવા માટે મંગલપાંડે બ્રિજ પાસે પહોંચ્યા હતા. ગતરાત્રે મંગલપાંડે બ્રિજ અને રાત્રી બજાર પાસે વિશ્વામિત્રી નદીની ઝાડીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ સમયે પવન વધારે હોવાના કારણે જોતજોતામાં આગ પ્રસરી હતી, અને તેનું સ્વરૂપ ઉગ્ર બનતું જતું હતું. ઘટનાને પગલે રાત્રી બજાર તથા આસપાસમાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી.

Advertisement

અડધો ડઝન જેટલા ફાયર ટેન્ડર આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં જોડાયા

આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા લાશ્કરો તાત્કાલિક આવી પહોંચ્યા હતા. અને આગને વધતી રોકવા તથા તેના પર કાબુ મેળવવાના સઘન પ્રયત્નો શરૂ કરી દીધા હતા. અંદાજીત અડધો ડઝન જેટલા ફાયર ટેન્ડર આગ પર કાબુ મેળવવાની કામગીરીમાં જોડાયા હતા. મોડી રાતે આગ પર કાબુ મેળવવામાં લાશ્કરોને સફળતા મળી હતી. આ મામલે આગ લાગવા પાછળનું કારણ હજીસુધી જાણવા મળ્યું નથી. મોડી રાત્રે આગ પર કાબુ મેળવી લેવામાં આવતા રાત્રી બજાર તથા આસપાસના વિસ્તારના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અત્રે નોંધનીય છે કે, તાજેતરમાં આ વિસ્તાર નજીકમાં વિશ્વામિત્રી નદીમાં ચાલતી કામગીરી દરમિયાન સોફ્ટ શેલ કાચબો પોકલેન મશીનના પાવડાથી વિંધાયો હોવાની ઘટના સામે આવી હતી.

Advertisement

આ પણ વાંચો --- VADODARA : ઇન્દિરા પ્રાથમિક શાળામાં કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવા કાર્યોની CM એ નોંધ લીધી

Tags :
Advertisement

.

×