ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : વિશ્વામિત્રી નદીના પ્રવાહમાં અવરોધ ઉભો થયાનો આરોપ !

VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી હાલ ભયનજક સપાટી ઉપરથી વહી રહી છે. ત્યારે અકોટા વિસ્તારમાં બુલેટ ટ્રેનની કામગીરીમાં બનાવેલું માળખું નદીના પ્રવાહમાં અવરોધ ઉભો કરી રહ્યું હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાડવામાં આવી રહ્યો છે. બુટેલ...
03:09 PM Jul 25, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી હાલ ભયનજક સપાટી ઉપરથી વહી રહી છે. ત્યારે અકોટા વિસ્તારમાં બુલેટ ટ્રેનની કામગીરીમાં બનાવેલું માળખું નદીના પ્રવાહમાં અવરોધ ઉભો કરી રહ્યું હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાડવામાં આવી રહ્યો છે. બુટેલ...

VADODARA : વડોદરા (VADODARA) ની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી હાલ ભયનજક સપાટી ઉપરથી વહી રહી છે. ત્યારે અકોટા વિસ્તારમાં બુલેટ ટ્રેનની કામગીરીમાં બનાવેલું માળખું નદીના પ્રવાહમાં અવરોધ ઉભો કરી રહ્યું હોવાનો આરોપ સ્થાનિકો દ્વારા લગાડવામાં આવી રહ્યો છે. બુટેલ ટ્રેન (NHSRCL - BULLET TRAIN) ના બાંધકામ માટે મટીરીયલ લઇને આવતા વાહનો પસાર થઇ શકે તે માટે પાટીયાઓ મારીને રસ્તો બનાવવામાં આવ્યો હતો. જે પ્રવાહના વહેણમાં અવરોધ ઉભો કરતો હોવાનો આરોપી સ્થાનિકોએ લગાવ્યો છે. હવે આ મામલે તંત્ર ઝીણવટભરી તપાસ કરે, અને જ્યાં જરૂર જણાય ત્યાંથી અવરોધો દુર કરે તેવી પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે. સ્થાનિકોનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે. જેના કારણે આ વાત સામે આવી છે. જો કે, હાલ બધુ જ વિશ્વામિત્રીના પ્રવાહમાં સમાઇ ગયું છે.

હાલની સ્થિતી

નદીનું જળસ્તર ઓછું થવાનું નામ નથી લઇ રહ્યું

વડોદરામાં ગતરોજ અવિરત વરસાદ વરસદા વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં નવા નીર આવ્યા હતા. આજવા સરોવરની સપાટી રૂલ લેવલ પર જતા તેમાંથી પાણી વહેવાનું શરૂ થઇ ગયું હતું. તો બીજી તરફ વિશ્વામિત્રી નદી હાલ તેની ભયજનક સપાટી પરથી વહી રહી છે. આજે શહેરમાં વરસાદ નહી હોવા છતાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઓછું થવાનું નામ નથી લઇ રહ્યું. હાલ વિશ્વામિત્રી નદીમાં જે પાણી આવી રહ્યું છે, તે આજવા સરોવરનું વહી ગયેલુ પાણી હોવાનું અનુમાન છે.

નદીના વહેણને અવરોધ

તેવામાં અકોટા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પ્રવાહમાં અવરોધ ઉભો કરવામાં આવ્યો હોવાનો આરોપ સ્થાનિકો લગાડી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, અકોટા વિસ્તારમાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે. ત્યાં પ્લેટો મુકીને એક માલની અવર-જવર થઇ શકે તે માટેની વ્યવસ્થા બનાવવામાં આવી છે. જેના કારણે વિશ્વામિત્રી નદીના વહેણને અવરોધ થઇ રહ્યો છે. જેથી જે ગતિથી પાણીનો પ્રવાહ પસાર થવો જોઇએ તે નથી થઇ રહ્યો. આટલો મોટો આરોપ સામે આવ્યા બાદ હવે તંત્ર દ્વારા આ મામલે શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો -- VADODARA : મોડી રાત્રે મગરની રસ્તા પર એન્ટ્રી, નદીનું જળસ્તર નિહાળવા લોકો પહોંચ્યા

Tags :
AllegationbarrierfaceflowlocalraiseriverVadodaraVishwamitriwater
Next Article