VADODARA : પાલિકાના બજેટમાં લોકોના સુચનો મંગાવવાનો નવતર પ્રયોગ
VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) દ્વારા આ વર્ષે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પાલિકાના બજેટમાં સામાન્ય માણસ પોતાનું સુચન સત્તાધીશો સુધી પહોંચાડી શકે તેવી વ્યવસ્થા (PEOPLE SUGGESTIONS FOR VMC BUDGET - 2025) કરવામાં આવી છે. આ નવતર પ્રયોગની માહિતી પાલિકાની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી દ્વારા મીડિયાને આપવામાં આવી છે.
તમામ સુચનોને પાલિકા આવરી લેવાનો પ્રયત્નો કરશે
વડોદરા પાલિકા દ્વારા દર વર્ષે ફેબ્રુઆરી માસમાં બજેટ જાહેર કરવામાં આવતું હોય છે. આ વખતે બજેટ પહેલા લોકો પોતાના વિકાસકાર્યોને લગતા સુચનો પાલિકાને આપી શકે, તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે બજેટ પહેલા ઇમેલ મારફતે લોકો પોતાના સુચનો પાલિકાના સત્તાધીશો સુધી પહોંચાડી શકશે. પાલિકાની સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનના જણાવ્યા અનુસાર, તમામ સુચનોને પાલિકા આવરી લેવાનો પ્રયત્નો કરશે.
વડાપ્રધાનના સુશાસન અને વિકાસના અભિગમને અપનાવવાનો પ્રયાસ
ડો. શિતલ મિસ્ત્રીએ જણાવ્યું કે, દર વર્ષે ફેબ્રુઆરીની 20 તારીખ પહેલા બજેટ મંજુર કરવામાં આવ્યું છે. આ ખતે નક્કી કરવામાં આવ્યું કે, વડાપ્રધાનના સુશાસન અને વિકાસના અભિગમને અપનાવવો હોય, અને વિકાશ તલસ્પર્શી અને સર્વાંગી કરવો હોય, તો જનમાનસની ભાગીદારી આવકાર્ય છે. દિવ્યાંગોથી લઇને વૃદ્ધોને આવરી લેતું બજેટ તૈયાર કરવાની નેમ છે. જેમાં તમામ લોકો પોતાના સુચન આપી શકે તે માટે 26, જાન્યુઆરી સુધીમાં પાલિકાના ઇમેલ VMCBUDGET2526@VMC.GOV.IN પર, વિસ્તારના પ્રશ્નો અને સુચનો મોકલી શકશે.
પાલિકા સુશાસનનું ઉત્તમ દ્રષ્ટાંત પુરૂ પાડી રહ્યું છે
વધુમાં જણાવ્યું કે, વડોદરા પાલિકાનું બજેટ રૂ. 5,500 કરોડ જેટલું હોય છે. આ વર્ષે આ બજેટ તેનાથી વધુ રકમનું આવે તેવી શક્યતાઓ છે. બને ત્યાં સુધી તમામ નાગરિકોના સુચનોને સમાવવામાં આવશે. વડોદરા પાલિકા સુશાસનનું ઉત્તમ દ્રષ્ટાંત પુરૂ પાડી રહ્યું છે. લોકોને પોતાના વિસ્તારના સુચનો મોકલશો, અમે તેને બજેટમાં સમાવવા માટે પ્રયત્ન કરીશું.
આ પણ વાંચો -- VADODARA : રોડ પર ઝડપનો કહેર વર્તાવતા બાઇકર્સ ઝબ્બે


