VADODARA : વિશ્વામિત્રી પ્રોજેક્ટની સમીક્ષા કરતા પાલિકાના સત્તાધીશો, 95 ટકા કામગીરી પૂર્ણ
- વિશ્વામિત્રી પ્રોજેક્ટની મુલાકાતે પહોંચ્યા પાલિકા સત્તાધીશો
- 100 ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવશે - મ્યુનિ. કમિ
- હાલ માટીનું ધોવાણ અટકાવવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું
VADODARA : વડોદરાના સમા વિસ્તારમાં રિધમ હોસ્પિટલ પાસેથી પસાર થતા વિશ્વામિત્રી નદીના પટમાં કામગીરીની તૈયારીઓનું નિરીક્ષણ તથા સમિક્ષા કરવા માટે પાલિકાના કમિશનર, મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન આવી પહોંચ્યા છે. વડોદરા સહિત રાજ્યમાં ચોમાસું બેસવાને હવે જુજ દિવસો બાકી છે, ત્યારે વિશ્વામિત્રી પ્રોજેક્ટચની મુલાકાત લેવા અગ્રણી આવ્યા છે. આ તકે મ્યુનિસિપલ કમિશનરે કહ્યું કે, હાલ 95 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અમે 100 ટકા કામગીરી પૂર્ણ કરીશું. હાલમાં વરસાદમાં માટીને નુકશાન ના થાય તે માટે વેજીટેશન ગ્રાસ પાથરવાનું કામ ચાલી રહ્યું છે. જમીન મજબુત કરવા માટે 3 - 4 મહિના થશે. કારણકે મૂળિયા ઉંડા જવા જરૂરી છે
જમીન મજબુત કરવા માટે 3 - 4 મહિના થશે
વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અરૂણ મહેશ બાબુએ મીડિયાને જણાવ્યું કે, અમે વિશ્વામિત્રીમાં 24.5 કિમીની પટ્ટામાં કામ કરી રહ્યા છીએ. ડ્રેજીંગનું કામ કર્યા બાદ થોડુંક કામ હજી બાકી છે. આગામી 10 દિવસમાં અમે કામગીરી પૂર્ણ કરીશું. આ વખતે ચોમાસું વહેલા આવવાની શક્યતા છે. એટલે માટી બચાવવા માટે સોઇલ કન્ઝર્વેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આગળથી સૂચન અનુસાર તેમાં અમે કામ કરવાના છીએ. વરસાદમાં માટીને નુકશાન ના થાય તે માટે વેજીટેશન ગ્રાસ પાથરવાનું કામ ચાલી રહ્યું છે. જમીન મજબુત કરવા માટે 3 - 4 મહિના થશે. કારણકે મૂળિયા ઉંડા જવા જરૂરી છે. આવનાર દિવસમાં ઉપરની તરફ અમે પ્લાન્ટેશન કરીશું. પર્યાવરણ દિવસે એક પેડ માં કે નામ 2.0 હેઠળ મેગા પ્લાન્ટેશન કરાશે.
વરસાદના કારણે બે-ત્રણ દિવસ વધુ લાગી શકે
વધુમાં જણાવ્યું કે, વિશ્વામિત્રી કિનારે મોટા ઝાડનું વાવેતર કરાશે. 95 ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. બાકીના ભાગોમાં પહેલા સિંચાઇ વિભાગ કામ કરવાનું હતું, જેમાં અમે કામગીરી કરી રહ્યા છીએ. અન્યત્રે મગરની હાજરી ધરાવતા વિસ્તારમાં કામગીરી બાકી છે. તેમાં પર્યાવરણ પ્રેમીને સાથે રાખીને કામ કરીશું. કામગીરીને લઇને 100 દિવસનું લક્ષ્યાંક પ્રતિકાત્મક હોય છે. એવું નથી કે, 100 દિવસમાં પૂર્ણ કરી શકીએ. વરસાદના કારણે બે-ત્રણ દિવસ વધુ લાગી શકે. અમે પણ સામાન્ય માણસ જ છીએ, એટલે એવું કંઇ વિશેષ ના કરી શકીએ. કામગીરી 100 ટકા પૂર્ણ કરવામાં આવશે.
આ પણ વાંચો --- VADODARA : ઐતિહાસીક માંડવી ગેટને બચાવવા પાલિકામાં 'તપ' શરૂ કરવાની ચિમકી