VADODARA : પાલિકાની દબાણ હટાવતી ટીમને શખ્સે પરસેવો પડાવી દીધો
VADODARA : વડોદરા (VADODARA) ની એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) બહાર અત્યંત ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CN BHUPENDRA PATEL) શહેરની મુલાકાતે છે. દરમિયાન તેમના આગમન અને રવાના થવાના રૂટ પર પાલિકા દ્વારા દબાણો દુર કરવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે. તેવામાં એસએસજી હોસ્પિટલ બહારના દબાણો દુર કરતી વેળાએ એક શખ્સે ઝાડ પર તાર બાંધીને જાહેરમાં ગળે ફાંસો ખાવાનો પ્રયત્ન કર્યો છે. જો કે, શખ્સ પોતાને કોઇ નુકશાન પહોંચાડે તે પહેલા જ પાલિકાના કર્મીએ તારને ઉપરથી કાપી નાંખ્યો હતો. આમ, પાલિકાની દબાણ શાખાની ટીમને બાનમાં લેવાનો શખ્સે પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, આ કૃત્ય કરનાર શખ્સ નશામાં હોવાનો અંદાજ છે.
પોતાની જાતને નુકશાન પહોંચાડવા માથુ અથાડ્યું
આજે રાજ્યના મુખ્યમંત્રી વડોદરાની મુલાકાતે છે. તેમના આગમનને ધ્યાને રાખીને પાલિકાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી રસ્તા પરના દબાણો દુર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજે પાલિકાની દબાણશાખાની ટીમને એક ચોંકાવનારો અનુભવ થયો છે. આજે પાલિકાની ટીમ એસએસજી હોસ્પિટલ બહારના દબાણો દુર કરી રહી હતી. ત્યાર બાદ એક શખ્સે અચાનક આવીને તેમની જોડે બોલવાનું શરૂ કરી દીધું હતું. આ શખ્સે બાદમાં પોતાની જાતને નુકશાન પહોંચાડતા પાકા બાંધકામ પર માથુ અથાડ્યું હતું.
તારને ઉપરથી જ કાપી નાંખવામાં આવ્યો
જો કે, પાલિકાની ટીમે આ શખ્સને રોકવાનો ઘણો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તે તેનું જ ચલાવ્યે રાખતો હતો. આખરે સૌના આશ્ચર્ય વચ્ચે શખ્સે તાર વડે ઝાડ પર ગળે ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, તે સમયે પાલિકાના કર્મીઓ નજીકમાં હોવાથી તેને પકડી રાખવામાં આવ્યો હતો. અને તારને ઉપરથી જ કાપી નાંખવામાં આવ્યો હતો. આમ, આજે એક શખ્સે પાલિકાની ટીમને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, બાદમાં પાલિકાની ટીમ વધુ કામગીરી અર્થે ત્યાંથી નિકળી ગઇ હતી.
આ પણ વાંચો -- VADODARA : VMC ની સભામાં રજુઆત બાદ જે ના થઇ શક્યું, તે સોશિયલ મીડિયાએ કરી બતાવ્યું