VADODARA : શહેરવાસીઓ સુધી ચોખ્ખું પાણી પહોંચાડવામાં પાલિકા નિષ્ફળ
VADODARA : વડોદરા (VADODARA) પાસે શહેરવાસીઓને મળી રહે તેટલા પાણીના પર્યાપ્ત સ્ત્રોત છે. પરંતુ તેના મેનેજમેન્ટમાં સ્માર્ટ સિટીનું તંત્ર (SMART CITY - VADODARA) ખાડે ગયું છે. શિયાળો, ઉનાળો કે ચોમાસું, કોઇ પણ રૂતુમાં પાણીની ફરિયાદો અટકવાનું નામ નથી લેતી. તાજેતરમાં પબ્લીક બેલ્થ લેબોરેટરીના પરિણામો તથા તે સંલજ્ઞ માહિતીમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. વર્ષ 2024 માં પીવા લાયક પાણીના 650 જેટલા નમુના ફેઇલ (DRINKING WATER SAMPLE FAIL - VADODARA) થયા હતા. પીવાના પાણીમાં ડ્રેનેજના પાણી (WATER CONTAMINATION - VADODARA) ની હાજરી જોવા મળી હતી. આ વાત સામે આવતા જ શહેરભરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ક્યારેક પાણીનો કલર કોલ્ડ ડ્રિંક જેવો ભાસે છે
વડોદરામાં વર્ષભર પાણીની ફરિયાદો ઉઠતી રહે છે. ક્યારેક કોઇક વિસ્તારના લોકોને પુરતું પાણી નથી મળતું, તો ક્યારેક કોઇક વિસ્તારમાં નળ ખોલતા જ દુર્ગંધ મારતું દુષિત પાણી આવે છે, તો ક્યારેક પાણીનો કલર કોલ્ડ ડ્રિંક જેવો ભાસે છે. શહેર પાસે પાણીના પર્યાપ્ત સ્ત્રોત હોવા છતાં તંત્ર નાગરિકોને સમયસર ચોખ્ખું પાણી પહોંચાડી શકવામાં નિષ્ફળ રહ્યું છે. તાજેતરમાં વર્ષ 2024 દરમિયાન પાલિકાના પબ્લિક હેલ્થ લેબનો રિપોર્ટ તથા તેના સંલજ્ઞ વિગતો સપાટી પર આવી છે. જે અનુસાર જાણવા મળ્યું કે, વર્ષ 2024 માં પીવા લાયક પાણીના 650 નમુના ફેઇલ થયા હતા. તેમાં ડ્રેનેજના પાણીની હાજરી મળી આવી હતી.
કાર્યવાહી ઉદાહરણીય ના હોવાના કારણે ફરી તેનું પુનરાવર્તન
શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટે ધમપછાડા કરતું તંત્ર નાગરિકોને જીવવા માટે જરૂરી પાણી પણ ચોખ્ખું આપી શકતું નથી. એક સમયે શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં લાખો શહેરવાસીઓ 6 મહિના સુધી નળ ખોલે અને દુષિત પાણી આવતું હતું. જે બાદ અધિકારીઓ પર કાર્યવાહી પણ થઇ હતી. પરંતુ આ કાર્યવાહી ઉદાહરણીય ના હોવાના કારણે ફરી તેનું પુનરાવર્તન થયું હોવાનો ગણગણાટ છે.
ઝીરો ક્લોરિનેશન થયું હોવાનું બહાર આવ્યું
રિપોર્ટ તથા તેના સંલજ્ઞ વિગતોમાં તેવું પણ સામે આવ્યું છે કે, શહેરવાસીઓને મળતા પાણીમાં ક્લોરીનેશનમાં પણ ભારે ધુપ્પલ ચલાવવામાં આવી રહ્યું છે. શહેરના માંજલપુર, તાંદલજા, સુરભી પાર્ક સોસા, પંચવીલા, રાણાવાસ, સયાજી ટાઉનશીપ, આજવા રોડ, વાઘોડિયા રોડ, નિઝામપુરા, નવાયાર્ડ, સમા, વાડી, પોલો ગ્રાઉન્ડ, સંગમ રોડ, અને જુના પાદરા રોડ સહિતના વિસ્તારોમાંથી પાણીના સેમ્પલની ચકાસણી કરતા તેમાં ઝીરો ક્લોરિનેશન થયું હોવાનું બહાર આવ્યું હતું.
કયા મહિનામાં કેટલા પાણીના સેમ્પલ ફેઇલ આવ્યા, જાણો
- જાન્યુઆરી - 63
- ફેબ્રુઆરી - 52
- માર્ચ - 26
- એપ્રીલ - 31
- મે - 75
- જુન - 49
- જુલાઇ - 175
- ઓગસ્ટ - 50
- સપ્ટેમ્બર - 50
- ઓક્ટોબર - 28
- નવેમ્બર - 15
- ડિસેમ્બર - 36
કુલ - 650
આ પણ વાંચો -- VADODARA : ઊંઘમાં ચાલતા યુવકને મોત મળ્યું