ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : પાણી માટેનો કકળાટ જારી, નિષ્ફળ પાલિકા સામે રોષ

VADODARA : શહેરમાં પાણીની વિવિધ સમસ્યા છે, ક્યાંક પાણીનું વિતરણ થતું નથી, ક્યાંક દુષિત આવે છે, તો ક્યાંક પાણી ઓછા પ્રેશરથી આવી રહ્યું છે
02:56 PM Apr 11, 2025 IST | PARTH PANDYA
VADODARA : શહેરમાં પાણીની વિવિધ સમસ્યા છે, ક્યાંક પાણીનું વિતરણ થતું નથી, ક્યાંક દુષિત આવે છે, તો ક્યાંક પાણી ઓછા પ્રેશરથી આવી રહ્યું છે

VADODARA : વડોદરામાં ઉનાળાની રૂતૃુ જામતા જ પાણીનો શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીનો કકળાટ સામે આવી રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તાર બાપોદ અને ન્યુ વાઘોડિયામાં આવેલી અનેક સોસાયટીના રહીશો દ્વારા આજે નિષ્ફળ પાલિકા તંત્ર સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. બાપોદ વિસ્તારમાં મહિલાઓ દ્વારા માટલા ફોડવામાં આવ્યા છે, તો વાઘોડિયા વિસ્તારમાં સ્થાનિકો દ્વારા રોડ પર બેસી જઇને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આ વચ્ચે કોર્પોરેટર દ્વારા પાણી પુરવઠા વિભાગના એન્જિનિયરને લાફો મારી દેતા કર્મચારીઓએ તેના વિરોધમાં હડતાલ રાખી છે. (VMC FAIL TO PROVIDE WATER TO RESIDENTS - VADODARA)

પાણીના વપરાશ જોડે લોકોની મુશ્કેલીઓ વધી

વડોદરા પાસે પીવાના પાણીના પર્યાપ્ત સ્ત્રોત છે. પરંતુ તેની જાળવણીમાં સ્માર્ટ સિટી વડોદરાની પાલિકાનું તંત્ર ઉણું ઉતર્યું છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાં પાણીને લઇને અલગ અલગ સમસ્યાઓ છે. ક્યાંક પાણીનું વિતરણ થતું નથી, ક્યાંક દુષિત આવે છે, તો ક્યાંક પાણી ઓછા પ્રેશરથી આવી રહ્યું છે. આ વચ્ચે ઉનાળામાં પાણીનો વપરાશ વધ્યો છે, તેની સાથે લોકોની મુશ્કેલીઓ પણ વધી છે. વડોદરાના બાપોદ વિસ્તારમાં આવેલી રાધે રત્નમ સોસાયટીમાં પાણીની તંગી સામે આવી છે. જેને પગલે મહિલાઓએ આજે માટલા ફોડીનો પોતાનો વિરોધ નોંધાવ્યો છે. સાથે જ પાલિકા વિરૂદ્ધમાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યો છે.

પાણી આપો પાણી આપોનો પોકાર

બીજી તરફ વડોદરાના ન્યુ વાઘોડિયા વિસ્તારમાં આવેલા ભવન પાર્ટી પ્લોટ પાસે આવેલી અનેક સોસાયટીઓમાં પાણીની સમસ્યા છે. ભરઉનાળે પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકો દ્વારા રોડ પર ઉતરીને પાલિકાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સાથે જ પાણી આપો પાણી આપોનો પોકાર લગાડવામાં આવ્યો છે. એક પછી એક વિસ્તારોમાં લોકો પાણીની મોકાણ સામે અવાજ ઉઠાવી રહ્યા છે. હવે આ મામલે ક્યારે કાયમી ઉકેલ આવે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો ---  VADODARA : કોર્પોરેટરના પતિએ લાફો માર્યા બાદથી પાલિકા કર્મીઓની હડતાલ જારી

Tags :
#MunicipalityFailGujaratFirstVadodaraVMCWaterCrisis
Next Article