VADODARA : આવાસ યોજનામાં ગેરરીતિ આચરનાર ઇજનેરની મુસીબત વધશે
VADODARA : વડોદરા (VADODARA) માં વર્ષ 2021 માં હાઉસિંગ યુનિટના આવાસોનો કમ્પ્યુટરાઇઝ્ટ ડ્રો રાખવામાં આવ્યો હતો. જેમાં ગેરરીતિ પકડાઇ (VMC HOUSING DRAW SCAM - VADODARA) હતી. બાદમાં તપાસ કરતા પગેરૂ જે તે સમયના કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા સુધી પહોંચ્યું હતું. જેમાં તેઓ કસુરવાર ઠરતા તેમની સામે શિસ્ત વિષયક પગલાં લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, ઉચ્ચસ્તરીય આદેશને પગલે જે તે સમયે પગલાં લઇ શકાયા ન્હતા. આખરે વધુ એક વખત શિસ્ત વિષયક પગલાં લેવા માટેની દરખાસ્ત પાલિકાની સામાન્ય સભામાંં મુકવામાં આવી છે.
તપાસનો રેલો જે તે સમયના કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા સુધી પહોંચ્યો
વડોદરામાં વર્ષ 2021 માં 382 હાઉસિંગ યુનિટના આવાસોની કોમ્પ્યુટરાઇઝ્ટ ફાળવણી કરવામાં આવી હતી. જેની પ્રક્રિયા સામે ગેરરીતિના વ્યાપક આરોપો ઉઠ્યા હતા. જેને પગલે તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસનો રેલો જે તે સમયના કાર્યપાલક ઇજનેર પ્રમોદ વસાવા સુધી પહોંચ્યો હતો. આરોપોમાં તથ્ય જણાતા મામલે નવાપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. બાદમાં સ્થાયી સમિતીએ પ્રમોદ વસાવાને ફરજ મોકુફ કર્યા હતા. જે બાદ પ્રમોદ વસાવા સામે ફોજદારી કાર્યવાહી સાથે શિસ્ત વિષયક કાર્યવાહીની તૈયારીઓ કરવામાં આવી હતી.
શિસ્ત વિષયક પગલાં લેવાનો માર્ગ મોકળો બન્યો
પ્રમોદ વસાવા સામે મુકવામાં આવેલા બે આરોપો પૈકી એક સંપૂર્ણપણે સાબિત થયો હતો. જ્યારે બીજો આરોપ અંશત: સાબિત થયો હતો. જેથી શિસ્ત વિષયક પગલાં લેવાનો માર્ગ મોકળો બન્યો હતો. જેની દરખાસ્ત સ્થાયી સમિતીમાં મુકવામાં આવી છે. અગાઉ આ દરખાસ્ત સ્થાયી સમિતીમાં આવી હતી. જેની સામે ઉચ્ચસ્તરીય દરમિયાનગીરી કરતા તે સમયે દરખાસ્ત મુલતવી કરવામાં આવી હતી.
આ પણ વાંચો --- VADODARA : ધારાસભ્યની કંપનીએ પ્લોટ ખરીદી પૈસા ના ભર્યા, 4 વર્ષે દરખાસ્ત


