VADODARA : કમાટીબાગમાં અનેક આકર્ષણોનો ઉમેરો, છેલ્લી ઘડી સુધી ચાલ્યું કામ
VADODARA : આજરોજ વડોદરાના ઐતિહાસીક કમાટીબાગનો (KAMATI BAUG ZOO - VADODARA) આજે 146 મો સ્થાપના દિન છે. તે નિમિત્તે વડોદરા મહાનગર પાલિકા (VADODARA - VMC) દ્વારા તેમાં અનેક આકર્ષણોનો ઉમેરો કરવામાં આવી રહ્યો છે. જો કે, પાલિકા દ્વારા સાયન્સ પાર્ક (SCIENCE PARK, KAMATI BAUG ZOO - VADODARA) ના ઉદ્ઘાટન સમય પહેલા સુધી રંગરોગાન કાર્ય ચાલુ રહેતો કાચી તૈયારીઓ ખુલ્લી પડી જવા પામી હતી. આ સાથે જ જુના અને લોકપ્રિય નજરાણા પૈકી એક મ્યુઝિયમ હાલત બદથી બદતર જોવા મળી રહી છે. એક સમયે ઐતિહાસીક વારસાની ઝીણવટભરી માહિતી આપતું મ્યુઝિયમ હવે માત્ર સ્ટોર રૂમની ગરજ સારી રહ્યો હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે.
મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા
વડોદરાના કમાટીબાગનો આજે 146 મો સ્થાપના દિવસ છે. તે નિમિત્તે કમાટી બાગના ઝૂમાં રીંછ, વરૂ, ઝરખ સહિતના 9 પ્રાણીઓ નિહાળી શકાય તેવું આયોજન ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ તકે પાલિકાના મેયર સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા છે. તો બીજી તરફ સાયન્સ પાર્કનું પણ ઉદ્ધાટન કરવાનું આયોજન છે. સાયન્સ પાર્કના ઉદ્ધાટન પ્રસંગે આમંત્રિત મહેમાનોના આગમન પહેલા સુધી તેમાં મુકવામાં આવેલા વિવિધ પ્રકલ્પોનું રંગરોગાન અને આસપાસમાં સાફસફાઇનું કાર્ય ચાલતું હતું. જે પાલિકાની કાચી તૈયારીઓ સમજવા માટે પુરતું છે.
નાનો-મોટો ઉમેરો કરીને 2025 માં ખુલ્લું મુકવાનું આયોજન
આ તકે અન્ય એક વાત આશ્ચર્ચ પમાડે તેવી હતી કે, સરદાર પટેલ ખગોળ ઉદ્યાનનું ઉદ્ઘાટન વર્ષ 2003 માં તત્કાલિન મેયર ભારતીબેન વ્યાસ અને આઇએએસ અરવિંદ અગ્રવાલની ઉપસ્થિતીમાં કરી દેવામાં આવ્યું હતું. ત્યારે હવે આજે તેમાં નાનો-મોટો ઉમેરો કરીને 2025 માં ખુલ્લું મુકવાનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આટલા વર્ષો પછી આ કાર્ય કેમ કરવામાં આવ્યું તે કોઇને સમજાતું નથી.
પ્લેનેટોરીયમ પ્રાથમિક દ્રષ્ટિએ તો સ્ટોર રૂમ જેવું ભાસી રહ્યું છે
બીજી તરફ કમાટીબાગમાં અગાઉથી જુનું અને જાણીતું મ્યુઝિયમ આવેલું છે. તેમાં મુકવામાં આવેલો ઐતિહાસિક વારસો અભ્યાસુઓની જીજ્ઞાસા સંતોષતું હતું. પરંતુ તેનું યોગ્ય મરામત કાર્ય કરવામાં નહીં આવતા આજે તેની હાલત ખખડી ગઇ છે. આજની સ્થિતીએ મ્યુઝિયમ પ્રાથમિક દ્રષ્ટિએ તો સ્ટોર રૂમ જેવું ભાસી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકોના પૈસા સહેલાણીઓને આકર્ષવા માટે પાલિકા તંત્ર દ્વારા નવા નજરાણા ઉમેરવામાં તો આવે છે. પરંતુ જુનાની યોગ્ય જાળવણી ના કરવામાં આવતા તેને પડતા મુકવામાં આવે છે. નવા આકર્ષણ એક સમય બાદ જુના થશે, ત્યારે તેમના પણ તેવા હાલ ના થાય તેવું સૌ કોઇ ઇચ્છી રહ્યા છે.
આ પણ વાંચો -- VADODARA : શહેરવાસીઓ સુધી ચોખ્ખું પાણી પહોંચાડવામાં પાલિકા નિષ્ફળ