Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મેયરની તબિયત સુધરતા પાલિકાની કચેરીએ દેખાયા

VADODARA : વડોદરા (VADODARA) ના મેયર પિંકીબેન સોની (VADODARA - MAYOR PINKIBEN SONI) પાલિકાની છેલ્લી બે સભામાં ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. ત્યારે તેમની નાદુરસ્તી, મેયર તરીકે રાજીનામું લઇ લેવાયું, તેમને મોડવી મંડળની ફટકાર પડતા નારાજ છે, તેવી...
vadodara   મેયરની તબિયત સુધરતા પાલિકાની કચેરીએ દેખાયા
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના મેયર પિંકીબેન સોની (VADODARA - MAYOR PINKIBEN SONI) પાલિકાની છેલ્લી બે સભામાં ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. ત્યારે તેમની નાદુરસ્તી, મેયર તરીકે રાજીનામું લઇ લેવાયું, તેમને મોડવી મંડળની ફટકાર પડતા નારાજ છે, તેવી વાતોએ જોર પકડ્યું હતું. જો કે, તેમની તબિયત હવે સુધારા પર હોવાથી તેઓ પાલિકાની કચેરીએ આજે જોવા મળ્યા છે. તેમણે તબિયત અંગે મીડિયા સાથે મુક્તપણે ચર્ચા કરી હતી.

આજુબાજુમાં જાણ કરીને હું જતી રહી હતી

લાંબા સમય બાદ પાલિકામાં દેખાયેલા મેયર પિંકીબેન સોનીએ જણાવ્યું કે, શરૂઆતમાં મને પથરીનો દુખાવો થયો હતો. ત્યાર બાદ 4 દિવસ સુધી હું હોસ્પિટલાઇઝ્ડ હતી. ત્યાર બાદ ગત અઠવાડિયે એકઆદ દિવસ સર્કિટ હાઉસમાં વિશ્વામિત્રી નદીના પ્રેઝન્ટેશનમાં હું હાજર હતી. તેમાં બે પ્રેઝન્ટેશન પતી ગયા બાદ મને તબિયત નાદુરસ્ત જણાતા, મેં આજુબાજુમાં જાણ કરીને હું જતી રહી હતી. ત્યાંથી હું સીધી જ ડોક્ટર જોડે ગઇને તપાસ કરાવી હતી. હોસ્પિટલાઇઝ્ડ હોવા દરમિયાન ગરદન રહી ગઇ હોવાની ફરિયાદ હતી. ત્યાર બાદ ઓર્થોપેડીક તબિબ જોડે તપાસ કરાવી હતી. જેમાં સર્વાઇકલ સ્પોન્ડીલાઇટીસ, મણકામાં ગેપ બની હોવાનું નિદાન થયું હતું. પુરગ્રસ્ત વિસ્તારોમાં કામગીરી સમયે કોઇ પરિસ્થિતીમાં ખેંચાણ આવ્યું હોવાથી ચક્કરની સમસ્યા થઇ હતી. જેથી ડોક્ટરના જણાવ્યા અનુસાર, દવા, બેલ્ટ પહેરવાનું અને કસરત જણાવ્યું છે. હું ટેલિફોનીક તમામ ગતિવીધીઓ સાથે સંકળાયેલી હતી. આજે ડોક્ટરની પરમિશન લઇને હું ઓફીસે આવી છું. બે - પાંચ દિવસમાં બધુ નોર્મલ થઇ જશે.

Advertisement

થોડાક દિવસ હું વધુ સમય નહીં આપી શકું

વધુમાં તેમણે જણાવ્યું કે, મારા વિશે જે કોઇ વાત ચર્ચાતી હતી તે તમામ અફવાહ હતી. મારે આરામ કરવાનો હોવાથી તેમ કરી રહી હતી. મારી ગેરહાજરીમાં સભા પણ યોજાઇ છે. વડોદરાના વિકાસની ગતિ ચાલી જ રહી છે. ચૂંટાયેલા અને વહીવટી પાંખ લોકોની સેવા માટે પ્રતિબદ્ધ છે. હું હોસ્પિટલાઇઝ્ડ હતી ત્યારથી જ શહેરના વિશ્વામિત્રી પરના દબાણો દુર કરવાની કામગીરી કરી દેવામાં આવી છે. આગામી સમયમાં દબાણો દુર કરવાની કામગીરી ચાલશે. થોડાક દિવસ હું વધુ સમય નહીં આપી શકું. લાંબા સમય સુધી બેસવું ચાલવું ના જોઇએ તેવું તબિબોએ મને સુચન કર્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : સરકારી ગોડાઉનમાં મુકેલા અનાજમાં પડેલા જીવડાંથી લોકો ત્રસ્ત

Tags :
Advertisement

.

×