Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : આંગણવાડીના "નંદ ઘર" કચરાપેટી બન્યા, મસમોટા ખર્ચ બાદ જાળવણીમાં મીંડુ

VADODARA : આંગણવાડીમાં ઉનાળામાં ગરમી લાગવાના કારણે અને ચોમાસામાં અહીંયા સુધી આવતા રસ્તા બેહાલ થવાના કારણે બાળકો આવતા ન્હતા
vadodara   આંગણવાડીના  નંદ ઘર  કચરાપેટી બન્યા  મસમોટા ખર્ચ બાદ જાળવણીમાં મીંડુ
Advertisement

VADODARA : વડોદરા પાલિકા (VADODARA - VMC) ના આઇસીડીએસ વિભાગ દ્વારા ચાલતી કેટલીક આંગણવાડી (નંદ ઘર) ને ફેબ્રીકેટેડ કેબિનમાં બનાવવામાં આવી છે. તે પૈકીના મોટા ભાગના કેબિનો કચરાપેટી બનવા તરફ જઇ રહ્યા છે. જેથી તેની જાળવણીમાં તંત્ર ઉણું ઉતર્યું હોવાનું ખુલ્લુ પડી રહ્યું છે. આ નંદઘર સીએસઆર ફંડમાંથી બનાવવામાં આવ્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તેની હાલની સ્થિતી જોતા નાણાંનો વેડફાય થયો હોવાનું સ્પષ્ટ થવા પામ્યું છે.

Advertisement

પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા

વડોદરા પાલિકા દ્વારા બાળકો શરૂઆતના તબક્કામાં આાસનાથી શીખી-સમજી શકે તે માટે નંદ ઘર આંગણવાડીને ફેબ્રીકેટેડ કેબિનમાં તૈયાર કરવામાં આવી હતી. તે પૈકી તરસાલી અને વિશ્વામિત્રી બ્રિજ પાસે મુકવામાં આવેલા નંદ ઘર હવે ભંગાર બની ગયા છે. અને તેથી વધુ હવે કચરાપેટીની ગરજ સારે છે. ત્યારે પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે. આ આંગણવાડીમાં હવે કોઇ આવતું નથી. પ્રાથમિક સુત્રોએ જણાવ્યું કે, આ આંગણવાડીમાં ઉનાળામાં ગરમી લાગવાના કારણે અને ચોમાસામાં અહીંયા સુધી આવતા રસ્તા બેહાલ થવાના કારણે બાળકો આવતા ન્હતા. એક આંગણવાડી પાછળ આશરે રૂ. 4 લાખનો ખર્ચ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

પાલિકા તંત્ર દ્વારા નાણાંનો વેડફાટ જ કરાયો

પાલિકા તંત્ર દ્વારા માત્ર દેખાડો કરવા પુરતી જ વ્યવસ્થા કરવામાં આવે છે. તેનું સંચાલન યોગ્ય રીતે થાય છે કે નહીં, તેનું કોઇ ધ્યાન નથી રાખતું. આખરે પાલિકા તંત્ર દ્વારા નાણાંનો વેડફાટ જ કરાયો હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. પાલિકા એ આ નિષ્ફળતા પરથી શીખવું જોઇએ. અને ફરી આ પ્રકારે અન્યત્રે નાણાંનો વેડફાટ ના થાય તે માટે યોગ્ય પગલાં લેવા જોઇએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

આ પણ વાંચો -- VADODARA : શહેર ભાજપ પ્રમુખે દબાણોની લાંબીલચક યાદી વહીવટી તંત્રને સોંપી

Tags :
Advertisement

.

×