ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : 2 મહિના પહેલા બનેલા રોડની અવદશા શરૂ

VADODARA : વડોદરા (VADODARA) ના વાઘોડિયા રોડ વિસ્તારમાં 2 મહિના પહેલા બનેલા રોડની અવદશા શરૂ થઇ ગઇ હોવાનું સામે આવી રહ્યું છે. નવા રોડ પર ગટરના ઢાંકણાની આજુબાજુનું કારપેટ નિકળી રહ્યું છે. તો બીજી તરફ ખાડા પડેલા જોવા મળી રહ્યા...
09:37 AM Aug 21, 2024 IST | PARTH PANDYA
VADODARA : વડોદરા (VADODARA) ના વાઘોડિયા રોડ વિસ્તારમાં 2 મહિના પહેલા બનેલા રોડની અવદશા શરૂ થઇ ગઇ હોવાનું સામે આવી રહ્યું છે. નવા રોડ પર ગટરના ઢાંકણાની આજુબાજુનું કારપેટ નિકળી રહ્યું છે. તો બીજી તરફ ખાડા પડેલા જોવા મળી રહ્યા...

VADODARA : વડોદરા (VADODARA) ના વાઘોડિયા રોડ વિસ્તારમાં 2 મહિના પહેલા બનેલા રોડની અવદશા શરૂ થઇ ગઇ હોવાનું સામે આવી રહ્યું છે. નવા રોડ પર ગટરના ઢાંકણાની આજુબાજુનું કારપેટ નિકળી રહ્યું છે. તો બીજી તરફ ખાડા પડેલા જોવા મળી રહ્યા છે. આ પ્રકારની સ્થિતી સામે આવતા કોન્ટ્રાક્ટર અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર સામે સવાલો ઉઠવા પામ્યા છે. આ ઘટના બાદ સામાજીક કાર્યકરે મુદ્દે તીખી પ્રતિક્રિયા આપતા કોન્ટ્રાક્ટર અને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

શાસ્ત્રી બાગ-કલાદર્શન સુધી નો માર્ગ બે મહિના પહેલા તૈયાર

વડોદરાવાસીઓને રોડ-રસ્તાની કેવી ગુણવત્તી મળી રહી છે, તે વાત કોઇનાથી છુપી નથી. નવા તૈયાર કરાયેલા રસ્તાઓ ગણતરીના દિવસોમાં જ જુના થઇ જાય તેવું થતું જોવા મળી રહ્યું છે. વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં આવેલા શાસ્ત્રી બાગથી કલાદર્શન ચાર રસ્તા સુધી નો મુખ્યમાર્ગ બે મહિના પહેલા તૈયાર કરવામાં આવ્યો હતો. હાલમાં આ રોડની અવદશા શરૂ થઇ ગઇ છે. ગટરના ઢાંકણા ની આજુબાજુનું કારપેટ ઉખડી ગયેલું જોવા મળી રહ્યું છે. તો રોડ પર નજીકમાં ખાડા જોવા મળી રહ્યા છે. જેને લઇને સામાજીક કાર્યકર મેદાને આવ્યા છે.

રોડનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન યોગ્ય રીતે થયું નથી

સામાજીક કાર્યકર કમલેશ પરમાર જણાવે છે કે, શહેરના વાઘોડિયામાં આવતા શાસ્ત્રી બાગથી કલાદર્શન ચાર રસ્તા સુધી નો મુખ્યમાર્ગ 2 મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો. પરંતુ પાલિકા તંત્રની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનની નિષ્કાળજી સામે આવી છે. અવાર-નવાર શહેરના રોડ-રસ્તા પર ખાડા પડી રહ્યા છે. 2 મહિના પહેલા બનાવેલા રસ્તા પર ગટરનાં ઢાંકણાની આજુબાજુમાંથી કારપેટ ઉખડી રહ્યું છે, ભૂવા પડી રહ્યા છે, બમ્પ પર કોઇ પટ્ટા પાડવામાં આવ્યા નથી. રોડનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન યોગ્ય રીતે થયું નથી. આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ કરવાના હોય છે. આ રોડનું નિરીક્ષણ કરવામાં નથી આવ્યું તેમ જણાઇ આવે છે. જવાબદાર અધિકારીઓને તાત્કાલીસ સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માગ છે.

આ પણ વાંચો -- VADODARA : ગેસ બીલના બાકી નાણાંના નામે ઠગવા ટોળકી સક્રિય

Tags :
concernconditionconstructednewlypoorraiseRoadSocialVadodaraVMCworker
Next Article