VADODARA : ઓવરબ્રિજનો ખોટો ખર્ચ અટકાવવા કોંગ્રેસ મેદાને
VADODARA : આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ (VADODARA CITY CONGRESS) દ્વારા પાલિકા (VADODARA - VMC) ના મ્યુનિસિપલ કમિશનરને આવેદન પત્ર આપીને રજુઆત કરવામાં આવી છે. જેમાં પશ્ચિમ વિસ્તારમાં રોડ કનેક્ટીવીટી માટે નર્મદાની નાની બ્રાન્ચ કેનાલ પર સનફાર્મા-ભાયલી રોડને જોડતા સૂચીત ઓવરબ્રિજનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સાથે તેના કારણે પણ વિગતવાર રજુઆતમાં જણાવવામાં આવ્યા છે.
પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ વગેરેની જરૂરિયાત
વડોદરા પાલિકાની કચેરીએ શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોષી, પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ સહિતના નેતાઓ પહોંચ્યા હતા. અને મ્યુનિસિપલ કમિશનરને રજુઆત કરી હતી. રજુઆતમાં જણાવ્યું કે, ભાયલીના આઉટગ્રોથ વિસ્તારને પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં રોડ કનેક્ટીવીટી વધારવા માટે નર્મદાની નાની બ્રાન્ચ કેનાલ, સનફાર્મા-ભાયલીને જોડતા સૂચીત બ્રિજ બનાવવાનું આયોજન કર્યું છે. જેમાં ભાયલીવાસીઓની સાથે કોંગ્રેસની માંગ છે કે, વિસ્તારના પ્રાણપ્રશ્નોની પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ વગેરેની જરૂરિયાત છે.
કોઇ પણ પ્રકારના અભ્યાસ કર્યા વગર જ નિર્ણય લીધો
જ્યારે ઓછા પૈસામાં સમસ્યાનું નિરાકરણ આવતું હોય તો મોટા ખર્ચ કરવાની કોઇ જરૂર નથી. સૂચીત બ્રિજની જગ્યાએ સાયફન બનાવવમાં આવે તો ખર્ચ ઓછો થઇ શકે છે. અને સમસ્યાનું નિરાકરણ પણ આવી શકે તેમ છે. ઉપરાંત વિસ્તારમાં કોઇ ટ્રાફિકની ખાસ સમસ્યા નથી. પાલિકાએ કોઇ પણ પ્રકારના અભ્યાસ કર્યા વગર જ નિર્ણય લીધો હોય તેમ લાગે છે. આ પ્રજાના પૈસાનો બગાડ છે. આ જગ્યાએ સાયફન કરવાથી વિકાસનું કામ થઇ શકે છએ. અને પાલિાકના પૈસાનો સદઉપયોગ થશે.
ભાજપના ધારાસભ્ય પણ આ જ વાત કહી ચુક્યા
અત્રે નોંધનીય છે કે, અગાઉ વાસણા રોડ પર બનવા જઇ રહેલા બ્રિજનો વિરોધ કરતા લોકો સાથે અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઇ પણ આવ્યા હતા. ત્યારે તેમણે પણ સાયફન બનાવવાના વિચાર પર ભાર મુકવા જણાવ્યું હતું. ત્યાર બાદ હવે તે મામલે કોંગ્રેસ મેદાને આવી છે.
આ પણ વાંચો -- VADODARA : 10 દિવસમાં બીજી વખત સાવલીમાંથી રેતી ખનન ઝડપાયું, લાખોનો મુદ્દામાલ જપ્ત